Gujarat માં 80 લાખ પરિવારોને મળશે PMJAY કાર્ડ, ગુરુવારથી શરૂ થશે મેગા ડ્રાઈવ

|

Sep 21, 2021 | 3:12 PM

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક નાગરિકને આરોગ્ય સુવિધા પૂરી પાડવાનું છે. તેમજ આયુષ્યમાન કાર્ડ આપવાની મેગા ડ્રાઈવ રાજયમાં ગુરુવારથી શરૂ કરવામાં આવશે.

Gujarat માં 80 લાખ પરિવારોને મળશે PMJAY કાર્ડ, ગુરુવારથી શરૂ થશે મેગા ડ્રાઈવ
80 lakh families in Gujarat will get PMJAY Card mega drive will start from Thursday (File Photo)

Follow us on

ગુજરાતના(Gujarat)  આપને  દ્વાર આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત 80 લાખ પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY) હેઠળ આવરી લેવામાં આવશે. જેમાં લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે તેમજ આ અંગેનો મેગા ડ્રાઈવ રાજયમાં ગુરુવારથી શરૂ કરવામાં આવશે અને આગામી ત્રણ માસ સુધી ચાલશે.

આ અંગે માહિતી આપતા રાજયના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક નાગરિકને આરોગ્ય સુવિધા પૂરી પાડવાનું છે.જેના પગલે આ મેગા ડ્રાઈવમાં ગ્રામ્ય સ્તરે, પીએચસી, સીએચસી, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સામાન્ય અને ગરીબ તમામ વર્ગના લોકોને આ કાર્ડનો લાભ અપાશે.રાજ્યમાં ત્રણ માસ સુધી ચાલનારી આ ડ્રાઈવમાં લોકોને તેનો મહત્તમ લાભ લેવા માટે પણ તેમણે અપીલ કરી હતી.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજયમાં મા કાર્ડને આયુષ્યમાન કાર્ડ જોડે જોડવામાં આવ્યું છે. તેમજ  મા અને મા વાત્સલ કાર્ડને જોડવામાં આવશે જેની ક્લબિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મા કાર્ડ યોજનાને 9 વર્ષ પુર્ણ થયા હતા. ત્યારે આ યોજનાને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે સરકારે મા કાર્ડ’ યોજનાને હવે પીએમ જે.એ.વાય (PMJAY)યોજનામાં સમાવેશ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.

જે અંતર્ગત લાભાર્થીઓના પરીવાર દીઠ નહી પરંતુ વ્યક્તિ દીઠ ઓળખ કાર્ડ આપવામાં આવશે.હાલ રાજ્યમાં 80 લાખથી વધુ પરિવારના લોકો ‘મા કાર્ડ’નો લાભ લઈ રહ્યા છે.જે અંતર્ગત લાભાર્થીઓને 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ આપવામાં આવે છે.

PMJAY યોજનાના ફાયદા

1. આ યોજનામાં આરોગ્ય માટે ગરીબી રેખા નીચેના પરિવારો માટે 5 લાખની આવક મર્યાદા છે. જયારે બીપીએલ કવરેજમાં 3 દિવસ પૂર્વે-હોસ્પિટલમાં દાખલ થવાનો અને 15 દિવસ પછી હોસ્પિટલમાં રજા આપવાનો ખર્ચ શામેલ છે.

2. એસઇસીસી ડેટાબેસ ફેમિલી કવરેજ આ યોજના એમ પણ કહે છે કે યોજનામાં સમાવિષ્ટ લાભાર્થીઓને 2011 ની સામાજિક-આર્થિક જાતિ ગણતરી (SECC) માંથી લેવામાં આવશે

3. કેશલેસ અને પેપરલેસ નોંધણી લાભકર્તાઓને ખિસ્સામાંથી ખર્ચનો બોજો રહેશે નહીં અને પીએમજેવાયનો હેતુ સમગ્ર પ્રક્રિયાને કેશલેસ બનાવવાનો છે. લાભાર્થીઓ આ યોજના અંતર્ગત ભારતમાં ક્યાંય પણ સારવાર મેળવી શકે છે.

4 . આ યોજના કાર્ડિયોલોજિસ્ટ્સ અને યુરોલોજિસ્ટ્સની સારવાર જેવી સંભાળ પણ પૂરી પાડે છે. કેન્સર, કાર્ડિયાક સર્જરી વગેરે માટેની અદ્યતન તબીબી સારવાર પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે.

આ  પણ વાંચો :ગુજરાતમાં બુધવારે ભાજપ કાર્યાલય કમલમ પર બેઠક યોજાશે , રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને સહ પ્રભારી સુધીર ગુપ્તા હાજરરહેશે

આ પણ વાંચો : Panchmahal : ગોધરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, અનેક સ્થળોએ પાણી ભરાયા

Next Article