દર્શન હોટલ કેસ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત, જુઓ VIDEO
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક એક ખાનગી હોટલનો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકોના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી આ પ્રત્યેક કમનસીબ મૃતક શ્રમજીવીઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. Web Stories View more બોલિવુડની ક્વિન ઉર્વશી રૌતેલાના પરિવાર વિશે જાણો સ્વપ્ન સંકેત: સ્વપ્નમાં યુદ્ધ […]

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક એક ખાનગી હોટલનો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકોના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી આ પ્રત્યેક કમનસીબ મૃતક શ્રમજીવીઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મુખ્યપ્રધાને હોટલના સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના જિલ્લા તંત્રને આપી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી નીતિ આયોગની બેઠક માટે દિલ્હી ની મુલાકાતે ગયા છે. ત્યાં તેમને આ દુર્ઘટનાની જાણ થતા જ સંવેદનશીલતા દાખવી તેમને ત્વરિત વિગતો મેળવી આ આદેશો આપ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી મળી રાહત, જુઓ VIDEO