દહેજમાં દર્દીઓ ઉપર અખતરાં કરતાં 5 મુન્નાભાઈ ઝડપાયા, છેલ્લા એક વર્ષમાં ૩૦ બોગસ તબીબ જેલ ભેગા કરાયા

|

Aug 13, 2021 | 5:48 PM

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં છેલ્લાં કેટલાંક સમયથી ઝોલાછાપ ડોક્ટરો અખતરાઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ સાગમટા દરોડા પાડી જિલ્લાભરમાંથી 25 થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં.

સમાચાર સાંભળો
દહેજમાં દર્દીઓ ઉપર અખતરાં કરતાં 5 મુન્નાભાઈ ઝડપાયા, છેલ્લા એક વર્ષમાં ૩૦ બોગસ તબીબ જેલ ભેગા કરાયા
5 Munnabhais arrested for experimenting on patients in dahej

Follow us on

દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં રોજગારીની શોધમાં દેશના લગભગ તમામ પ્રાંતના લોકો હું આવી વસ્યા છે.આ વિસ્તારમાં રહેતા હજારો શ્રમજીવીઓ ઉપર સસ્તા ઇલાજના નામે અખતરો કરનારાઓનો અહીં રાફડો ફાટ્યો છે. ઝોલા છાપ તબીબો અહીં બિન્દાસ્ત દર્દીઓનેલાલ પીળી ગોળીઓ પકડાવી રહ્યા છે. દહેજ મરીન પોલીસે જાગેશ્વર ગામમાંથી આવા 5 મુન્નાભાઈઓને ઝડપી પાડ્યાં છે. ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષના કોરોના કાળમાં જિલ્લામાંથી પશ્ચિમ બંગાળ, યુપી અને બિહારના 30 જેટલા બોગસ તબીબો અત્યાર સુધી પોલીસની ઝપટે ચઢ્યા છે.

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં છેલ્લાં કેટલાંક સમયથી ઝોલાછાપ ડોક્ટરો અખતરાઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ સાગમટા દરોડા પાડી જિલ્લાભરમાંથી 25 થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં. દરમિયાનમાં દહેજ મરીન પોલીસે આજે ફરી ચેકિંગ હાથ ધરતાં જાગેશ્વર ગામમાં જ 5 બોગસ તબીબ ઝડપાયાં હતાં. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં પશ્વિમ બંગાળના તેમજ બિહારના બોગસ તબીબો ડિગ્રીના નામે કાગળિયા લટકાવી મેડિકલ પ્રેક્ટિસનરના સર્ટીફિકેટ વિના જ ઈલાજ કરતાં હોય છે. જૂન મહિનામાં ભરૂચ પોલીસની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 25થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દહેજ મરીન પોલીસની ટીમે પંથકમાં હજી પણ આ પ્રકારની ગતિવિધી ચાલે છે કે કેમ તેની ખરાઈ માટે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં જાગેશ્વર ગામે જ અલગ અલગ સ્થળે 5 બોગસ તબીબો લોકોની સારવાર કરતાં ઝડપાઇ ગયાં હતાં. ઝડપાયેલાં બોગસ તબીબોની પુછપરછ કરતાં તેમના નામ મધુમંગલ જયદેવ બિશ્વાસ રહે. ગબરપૂતા, પશ્ચિમ બંગાળ, બિશ્વજીત ત્રિનાથ બિશ્વાસ રહે. હુદા, પ.બંગાળ, લીટન નિમાચંદ મંડળ રહે. ભીમાપૂર, પ. બંગાળ, રાજીવ શિવચરણપ્રસાદ સિંઘ રેહ. બારાહાટ, બિહાર તેમજ સંજુ ગમતી મિશ્રા રહે. બગહી, બિહાર હોવાનું બહાર આવ્યું છે. તમામ પાંચ બોગસ તબીબો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો :  Paytm IPO વિવાદમાં સપડાયો , IPO અટકાવવા SEBI ને કરાઈ રજુઆત , જાણો શું છે મામલો

આ પણ વાંચો :  GOLD : સોનાના દાગીના સંબંધિત આ મહત્વનો નિયમો 31 ઓગસ્ટથી લાગુ થશે, સોનુ ખરીદતા પહેલા હવે આ બાબતનું ધ્યાન અચૂક રાખજો

Next Article