શિવસેનાના 40 ધારાસભ્ય સુરતથી ગુવાહાટી પહોચ્યા, ગુજરાત પર રાજકીય પ્રેશર વધતા લેવાયો નિર્ણય

|

Jun 22, 2022 | 6:56 AM

મહારાષ્ટ્રના(Maharashtra) રાજરાકારણમાં ચાલી રહેલા પોલિટીકલ ડ્રામા વચ્ચે 35 ધારાસભ્ઓ સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. દરમિયાન શિવસેનાના(Shivsena )નેતા સંજય રાઉતે મંગળવારે રાત્રે ટ્વિટ કરીને કહ્યું કે 'સુરતમાં ધારાસભ્ય નીતિન દેશમુખ ભાજપના કબજામાં છે.

શિવસેનાના 40 ધારાસભ્ય સુરતથી ગુવાહાટી પહોચ્યા, ગુજરાત પર રાજકીય પ્રેશર વધતા લેવાયો નિર્ણય

Follow us on

Maharashtra Political Drama: મહારાષ્ટ્રના (Maharashtra)રાજકીય ડ્રામા વચ્ચે મોટા સમાચાર આવ્યા છે કે શિવસેનાના (Shivsena)35 ધારાસભ્યો બસથી સુરત (Surat)એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા. અને સુરત એરપોર્ટથી તમામ ધારાસભ્યને ગુવાહાટી લઈ જવામાં આવશે. સુરત એરપોર્ટથી 3 ચાર્ટડ પ્લેન મારફતે ગુવાહાટી લઈ જવામાં આવ્યા  હતા. દરમિયાન સુરત કમિશ્નરે પણ એરપોર્ટની મુલાકાત લીધી હતી. મોડી રાત્રે એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોને  સુરતની લે મેરીડિયન હોટેલ ખાતેથી આસામની રાજધાની ગુવાહાટીમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ધારાસભ્યોને એર લિફ્ટ કરવાને પગલે પોલીસ કમિશ્નર અજય તોમર, એડિશનલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ સહિતનો પોલીક કાફલો એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો. આ ગતિવિધીઓ દરમિયાન જલગાંવના અપક્ષ ઉમેદવાર ચંદ્રકાન્ત પાટીલ સાથે અન્ય 5 મળીને કુલ 6 જણા છે અને એ અમિત શાહ સાથે જ ચર્ચા કરશે એવી માંગણી મૂકી છે, જેથી અમિત શાહ એમની સાથે ચર્ચા કરે એવી શક્યતા છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

મહારાષ્ટ્રના રાજકારણમાં જે વળાંક આવ્યો છે તેની અસર ગુજરાતમાં જોવા મળી છે. ગુજરાત મહારાષ્ટ્રનું પડોશી રાજ્ય હોવાના કારણે ધારાસભ્યોએ ગુજરાતમાં રોકાણ કરતા રાજકારણમાં અને અન્ય ધારાસભ્યોમાં ખળભળાટ મચી ગયો છે. એક ધારાસભ્ય કૈલાશ પાટીલ મુંબઈ પરત ફર્યા છે. આવી સ્થિતિમાં આ ધારાસભ્યોને મહારાષ્ટ્રથી દૂર લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે. બળવાખોર ધારાસભ્યો અને તેમના પીએ સાથે કુલ 65 લોકો હોવાનું કહેવાય છે. 3 બસ દ્વારા ધારાસભ્યોને લે મેરીડિયન હોટલથી સુરત એરપોર્ટ ઉપર પહોંચાડવામાં આવ્યા હતા. જેમના માટે પહેલેથી જ 3 ચાર્ટર્ડ પ્લેન હાજર રાખવામાં આવ્યા હતા. આ ધારાસભ્યોને કડક સુરક્ષા હેઠળ બસમાં બેસીને સુરત એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તમામે ટેકઓફ કર્યું હતું.


સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું હતું કે ભાજપે કર્યું છે ધારાસભ્યોનું અપહરણ

શિવસેનાના નેતા સંજય રાઉતે મંગળવારે રાત્રે ટ્વિટ કરીને કહ્યું કે ‘સુરતમાં ધારાસભ્ય નીતિન દેશમુખ ભાજપના કબજામાં છે. તેનું મુંબઈથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે સોમવારે રાત્રે પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારપછી તેને ગુજરાત પોલીસ અને ગુંડાઓએ નિર્દયતાથી માર માર્યો હતો. મુંબઈના ગુંડાઓ પણ છે. ગુજરાતની ધરતી પર હિંસા?’

 

(ઇનપુટ ક્રેડિટ: બલદેવ સુથાર, સચિન પાટીલ)

Next Article