રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: અતિવૃષ્ટિ સર્વેમાં આટલા નવા તાલુકાઓનો સમાવેશ કરવાનો લેવાયો નિર્યણ
રાજ્યમાં આ વર્ષે ભારે વરસાદ જોવા મળ્યો. ભારે વરસાદને પગલે ઘણા તાલુકાઓમાં પાણી ભરાયા હતા. આ બાદ રાજ્ય સરકારે અતિવૃષ્ટિ સર્વેમાં નવા તાલુકાઓને સમાવેશ કર્યો છે. કુલ 4 જિલ્લાના 20 તાલુકાઓનો અતિવૃષ્ટિ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે અતિવૃષ્ટિ સર્વેમાં નવા તાલુકાઓને સમાવેશ કર્યો છે. જી હા કુલ 4 જિલ્લાના 20 તાલુકાઓનો અતિવૃષ્ટિ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિ સહાય માટે સર્વે કમિટીની પણ રચના કરી દીધી છે. ઉલ્લેખનિય છે કે ધારાસભ્યો દ્વારા મળેલી રજૂઆત બાદ રાજ્ય સરકારે નવા તાલુકાઓને સર્વેમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેર છે કે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે ઘણા જિલ્લાના ઘણા તાલુકાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
ભારે વરસાદથી ઘણા ગામ પાણીમાં ડૂબ્યા હતા. સાથે જ ગામના ખેતરો પણ બેટમાં પરિણમ્યા હતા. જેના પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. બાદમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ સર્વે માટે કમિટીની રચના કરી છે. આશા છે કે આ સર્વે બાદ જલ્દી જ તેના પર આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. અને સ્થાનિકોને રાહત પહોંચશે.
તમને જણાવી દઈએ કે આ સિઝનમાં પહેલા તો વરસાદે ખેડૂતોને વાટ જોવડાવી. વરસાદ નહીં આવતા દુષ્કાળ પડશે તેવી ભીતિ સર્જાઈ હતી. પરંતુ ચોમાસાની સિઝન પૂર્ણ થતા પહેલા એવો વરસાદ ખાબક્યો કે ખેડૂતો માટે જે વરસાદ આશીર્વાદ બનવો જોઈતો હતો તે અભિષાપ બનીને વરસ્યો. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: સ્મિતની કસ્ટડીને લઈને કાયદાકીય ગૂંચ, પિતાની મંજૂરી વગર અન્ય કોઈને બાળકની કસ્ટડી ન મળી શકે
આ પણ વાંચો: ભાણવડમાં સામુહિક આપઘાત : માતા, પુત્રી અને સાસુએ ઝેરી દવા પીધી આત્મહત્યા કરી