સ્મિતની કસ્ટડીને લઈને કાયદાકીય ગૂંચ, પિતાની મંજૂરી વગર અન્ય કોઈને બાળકની કસ્ટડી ન મળી શકે
ગાંધીનગરથી મળેલા માસૂમ સ્મિતના પિતા સચિન દિક્ષિતે જ માતા હીના પેથાણીની હત્યા કરી હતી. હવે સ્મિત કસ્ટડીને લઈને કાયદાકીય ગૂંચ સામે આવી રહી છે.
ગાંધીનગરથી મળેલા માસૂમ સ્મિતના કેસમાં આખરે તેની માતાની હત્યા થઇ હોવાનું સામે આવ્યું. સ્મિતના પિતા સચિન દિક્ષિતે જ પ્રેમિકા હીના પેથાણીની હત્યા કરી હતી. જ્યારે સ્મિત મળ્યો ત્યારે ખુબ લોકો તેને દત્તક લેવા માટે તૈયાર હતા. પરંતુ હવે સ્મિત કસ્ટડીને લઈને કાયદાકીય ગૂંચ સામે આવી રહી છે. કાયદા અનુસાર પિતાની મંજૂરી વગર અન્ય કોઈને બાળકની કસ્ટડી ન મળી શકે. હાલ સ્મિત ઓઢવના બાળ વિકાસ ગૃહમાં છે. માહિતી અનુસાર સ્મિતને દત્તક લેવા માટે હજુ સત્તાવાર રીતે કોઈ ઓનલાઈન અરજી નથી આવી. જ્યારે સ્મિતના માતાના પરિવારે પણ બાળકની કસ્ટડી લેવા રાહ જોવી પડશે. જણાવી દઈએ કે સ્મિતને હજુ 1 મહિના સુધી બાળ વિકાસ ગૃહમાં રાખવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગાંધીનગરના પેથાપુરમાં માસુમ બાળક શિવાંશને તરછોડી દેનાર ક્રૂર પિતા સચિન દીક્ષિતને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી સચિનની પૂછપરછમાં વધું એક ઘટસ્ફોટ થયો છે. જેમાં શિવાંશને ત્યજીને સચિન તેની પ્રથમ પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા ગયો અને બાદમાં ઉત્તરપ્રદેશ પોતાના પરિવાર સાથે નીકળી ગયો હતો. એટલું જ નહીં પહેલા પ્રેમિકાની હત્યા કરી મૃતદેહનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી સચીનને સાથે રાખી પેથાપુર ગૌશાળા બહાર ધટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
આ પણ વાંચો: ભાણવડમાં સામુહિક આપઘાત : માતા, પુત્રી અને સાસુએ ઝેરી દવા પીધી આત્મહત્યા કરી
આ પણ વાંચો: કોર્ટે સચિન દીક્ષિતના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, સમગ્ર ઘટનામાં વધુ એક ખુલાસો થયો