AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં, જાણ કર્યા વિના જ 19 લોકોને કરાઈ એન્જીયોગ્રાફી, 2 દર્દીના મોત, સરકારે આપ્યા તપાસના આદેશ, જુઓ Video

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી મોત નિપજ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 12, 2024 | 10:35 AM
Share

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી મોત નિપજ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ યોજ્યા બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. તેમજ જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી દીધાંનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યાનો પરિવારજનોનો આક્ષેપ કર્યો છે.

ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં

બોરીસણા ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામમાંથી ઘણાં લોકોને વધુ તપાસ અને મફત સારવારનું કહીને અમદાવાદ લવાયા હતા. પરંતુ, તેમના પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જીયોગ્રાફી કરી દેવાઈ.

મૃતકોની સ્થિતિ ક્રિટિકલ હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે. પરંતુ તેમ છતાં તેમના પરિવારમાંથી કોઈને જાણ ન કરાઈ. આક્ષેપ ઉઠી રહ્યા છે કે હોસ્પિટલે આ બધું જ સરકારી લાભ ખાટવા માટે કર્યું હતું. અને જેમને કોઈપણ પ્રકારની તકલીફ ન હતી. તેમને પણ એન્જીયોગ્રાફી કરી દેવાઈ છે.

સ્ટેન્ટ મૂક્યા બાદ બે લોકોના મોત !

દર્દીને સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીના મોત બાદ પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે. દર્દીના સગાઓ દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરી છે. 5 દર્દીઓ હજુ પણ ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. 19 દર્દીઓની એન્જીયોગ્રાફી અને 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. હોસ્પિટલે સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી લાભ ખાટવા હોસ્પિટલે સ્ટેન્ડ મૂક્યાનો બોરીસણાના સરપંચે આક્ષેપ કર્યો છે.

ખ્યાતિ હોસ્પિટલની સામે સરકાર એકશન મોડમા

ખ્યાતિ હોસ્પિટલની સામે સરકાર એકશન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. PMJAY યોજના હેઠળ એક સાથે 19 વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકવાની ક્યારેય પરવાનગી મળતી નથી. જેના પગલે હવે હોસ્પિટલ સામે પણ એકશન લેવામાં આવશે. જરૂર પડે હોસ્પિટલનું લાયસન્સ રદ કરાશે. જે ડોકટરો એ સર્જરી કરી છે તેમનું પણ લાયસન્સ રદ થઇ શકે છે.

આરોગ્ય વિભાગે ફટકારી નોટીસ

આ ઘટના બાદ ખ્યાતિ હોસ્પિટલને આરોગ્ય વિભાગે નોટીસ આપી છે.  PMYJ યોજના હેઠળ કોઇ પણ હોસ્પિટલ કેમ્પ કરી શકતી નથી. PMYJ હેઠળ દર્દીના ઓપરેશન પહેલા આરોગ્ય વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે. ફાઇલ પ્રોસેસ કરતા પહેલા પરવાનગીની જરૂરી પડે છે. આરોગ્ય વિભાગની ટીમ ખ્યાતિ હોસપિટલની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરશે.

( વીથઈનપુટ – સચીન પાટીલ, અમદાવાદ ) 

g clip-path="url(#clip0_868_265)">