AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 મહિના 3 કલાક અને 12 પ્રયત્ને મળી આખરે સફળતા, જાણો કોનું અને શું હતું ઓપરેશન

સુરતના બેગમપુરા વિસ્તારમાં મૂંગા પશુ પક્ષીઓ માટે કામ કરતી એનિમલ ફ્રેન્ડ હેલ્પલાઇન નામની સંસ્થા પર એક કોલ મળ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી એક શ્વાનના પગમાં પતરાનું નાનું ટીન બહુ ખરાબ રીતે ફસાયેલું છે. એનિમલ ફ્રેન્ડ સંસ્થાના સભ્યોએ ત્યાં જઈને તપાસ કરી તો માલુમ પડ્યું કે એ શ્વાન દર્દથી કણસતું હતું […]

2 મહિના 3 કલાક અને 12 પ્રયત્ને મળી આખરે સફળતા, જાણો કોનું અને શું હતું ઓપરેશન
https://tv9gujarati.in/2-mahina-3-kalak…u-hatu-opreation/
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:27 PM
Share

સુરતના બેગમપુરા વિસ્તારમાં મૂંગા પશુ પક્ષીઓ માટે કામ કરતી એનિમલ ફ્રેન્ડ હેલ્પલાઇન નામની સંસ્થા પર એક કોલ મળ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી એક શ્વાનના પગમાં પતરાનું નાનું ટીન બહુ ખરાબ રીતે ફસાયેલું છે. એનિમલ ફ્રેન્ડ સંસ્થાના સભ્યોએ ત્યાં જઈને તપાસ કરી તો માલુમ પડ્યું કે એ શ્વાન દર્દથી કણસતું હતું અને પગમાં ફસાયેલા એ પતરાના ટીનના કારણે તે કોઈને નજીક પણ આવવા દેતું ન હતું અને બેકાબુ બની ગયું હતું.

જેથી બીજા દિવસે આ સંસ્થાના સ્વયંસેવક ચિરાગ વણકર, મેહુલ હોટેલ, પ્રતીક પ્રજાપતિ અને સાદીક પઠાણે મળીને 3 કલાકથી પણ વધુ મહેનત બાદ 12માં પ્રયત્ને ખૂબ મુશ્કેલીથી શ્વાનને રેસ્ક્યુ કર્યું અને તેના પગમાં ફસાયેલા ટીનને કાઢ્યું.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ટીન તે શ્વાનના પગમાં છેલ્લા 2 મહિનાથી ફસાયેલું હતું અને તેના કારણે તેના પગના નીચેના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. સ્વયંસેવકોએ સ્થળ પર જ આ શ્વાનની સારવાર કરી જેથી તેનો પગ જલ્દી સાજો થઈ શકે.

એનિમલ ફ્રેન્ડ સંસ્થાના સભ્યોએ લોકોને એ પણ અપીલ કરી છે કે આવા ટીન રસ્તા પર ન ફેંકતા કચરાપેટીમાં જ નાંખવા જોઈએ જેથી આવા મૂંગા પશુઓને તેનો ભોગ બનવું ન પડે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

g clip-path="url(#clip0_868_265)">