ચાર દિવસ પહેલા ઝીંઝુડા ગામમાંથી ગુજરાત એટીએસએ કબ્જે કર્યુ હતુ. જેમાં અલગ અલગ સમયે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં આરોપીઓની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે આરોપીઓએ કબુલાત કરી હતી કે તેમણે જામનગરના એક બંદર પાસે જમીનમાં ખાડો ખોદીને તેમાં 2 કિલો જેટલુ હેરોઇન છુપાવી રાખ્યુ છે. આ પુછપરછ દરમિયાન જે વિગતો મળી હતી તેના આધારે જામનગર પોલીસ અને એટીએસએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. જમીનમાં ખાડો ખોદીને સ્થાનિક પોલીસે તપાસ કરતા 2 કિલો જેટલુ હેરોઇન મળી આવ્યુ હતુ. જેની કિંમત 10 કરોડ રૂપિયા જેટલી થાય છે.
છેલ્લા એક અઠવાડિયામાં ઝીંઝુડા ગામમાંથી જે 120 કિલો હેરોઇન મળ્યુ હતુ. તે પછી વધુ 24 કિલો હેરોઇન મળ્યુ હતુ અને હવે ફરી 2 કિલો હેરોઇન મળ્યુ છે એટલે કે 147 કિલો હેરોઇન જેની કુલ કિંમત 730 કરોડથી વધુ થાય છે તેને કબ્જે કરાયુ છે. હજુ પણ આરોપીઓની પુછપરછ ચાલુ છે. જે હેરોઇનનો જથ્થો પોરબંદરમાં લેન્ડ કરવામાં આવ્યો હતો તેને બીજે કોઇ સ્થળે સંતાળવામાં આવ્યુ છે કે કેમ તે અંગેની પુછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”
આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”
Published On - 3:23 pm, Mon, 22 November 21