Ice cream Flavor: મરચાંનો આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમના ભજીયા? કવિ કહેવા શું માગે છે?

લીંબુ, આદું મરચા અને હળદરનો પણ આઈસ્ક્રીમ મળે જ છે. સવાલ એ છે જ છે કે ઉકાળા જેવા આઈસ્ક્રીમનો આ ફ્લેવર ભાવે ખરો? તમારું શું કહેવું છે?

Ice cream Flavor: મરચાંનો આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમના ભજીયા? કવિ કહેવા શું માગે છે?
Ice Cream Picture (File)
Raajoo Megha

| Edited By: Pinak Shukla

Jul 20, 2021 | 12:00 PM

“અરે, ઘરમાં આદુ, લીંબુ, મરચાં છે? ” “કેમ ?” ” કંઈ નહીં, હોય તો જરા આઈસ્ક્રીમ (Ice Cream) બનાવને!” આવું જો રવિવારની સવારે આડો પડેલો પતિ પત્નીને પૂછે તો પત્ની ચોક્કસ તેનું મોં સુંઘવા આવશે, કે ભાઈ પાણી સિવાયનું અન્ય પીણું તો નથી પી ગયો ને? ભાંગ બાંગ ચડાવી કે શું? જોકે હું ય તમને કહું કે મરચાનો આઈસ્ક્રીમ (Chili Ice Cream) કે લીંબુનો પણ આઈસ્ક્રીમ મળે છે, તો તમે ય મારું મોં સુંઘવા જરૂર આવવાના. આ તો સારું છે કે ટેકનોલોજી એટલી આગળ નથી વધી ગઈ કે તમે મારા સુધી પહોંચી શકો, પણ આ તો એક વાત છે.

આ ચીલી આઈસ્ક્રીમ કંઈ આજકાલનો નથી મળતો વર્ષોથી મળે જ છે પણ અહીં લખવાનો હેતુ એ છે કે નોર્મલી આપણે ચોકલેટ, સ્ટ્રોબેરી, મેંગો જેવા સ્વીટ ફ્લેવર ખાવા ટેવાયેલા છીએ આ બિલ્કુલ એનાથી ઉંધું તાપ્તી ગંગાવાળી લાઈન પકડી છે એમ સમજો ને. મુંબઈમાં મરચા, આદુંનો અને સુરતમાં પણ લીંબુ અને મરચા, ફુદીનો, વેજિટેબલનો ય આઈસક્રીમ મળે છે, (હવે ઓર્ડર પર જ મળે છે, આ કોરોના, બીજું કંઈ નહીં) પણ બનાવનાર આ ભાઈઓને વિનંતી કે ફરી જ્યારે પણ બનાવો તો થોડા આદું મરચાં અમારા મસાલા માટે પણ રહેવા દેજો, ભાઈ.

નહીં તો અમારે ત્યાં તો આ આઈસ્ક્રીમમાંથી મરચા કાઢીને શાકમાં નાખે એવું ય બની શકે. અચ્છા, આ પ્રકારનો આઈસ્ક્રીમ મુંબઈ, સુરત, અમદાવાદ સિવાય બીજા શહેરોમાં પણ મળતો હશે પણ એની મને જાણ નથી. તમારી જાણમાં હોય તો મને જરૂર કહેજો. એની વિગતો પણ લોકોને જણાવીશું.

મરચાં, લીંબુ, આદુ, હળદરનો આઈસ્ક્રીમ!

સુરતમાં મરચાનો આઈસ્ક્રીમ ઓર્ડર પર બનાવી અપાય છે. કોરોનાકાળમાં લીંબુ અને હળદરનો પણ આઈસ્ક્રીમ શરૂ થયો હતો. પછી તો લોકો ઉકાળામાં નાખે એ બધું નાખીને પણ આઈસ્ક્રીમો બનાવતા થઈ ગયા હતા, ભલા માણસ આઈસ્ક્રીમને ઉકાળો બનાવી દેવાનો છે, યાર? આ તો મારું બેટું રામાયણમાં મહાભારતના પાત્રો ઘૂસી ગયા હોય એવું લાગે, અલ્યા ભઈ, રામાયણમાં ભીમ નો હારો લાગે, તમારે કાકાને ત્યાં.

ઘરે બને? મરચાંનો આઈસ્ક્રીમ? હા, વળી કેમ નહીં?

બનાવવાની રીત તો સરખી જ છે. જેમ તમે બીજા આઈસ્ક્રીમ બનાવો, વાત ખાલી ફ્લેવરની હોય છે તો એના માટે ચીલી ઉર્ફે મરચાંનો ઉપયોગ કરવાનો હોય છે. એ લીલા મરચાંના ટુકડા હોઈ શકે અથવા ચીલી ફ્લેક્સ પણ નાખી શકાય. ક્યાં તો મરચાની પેસ્ટ. બનાવવાની રીત એવી છે કે ચીલ્ડ ફ્રેશ ક્રિમમાં ખાંડ મીક્સ કરી તેને બરાબર ફેંટી લેવાનું.

એમાં વેનિલા આઈસ્ક્રીમ ઉમેરો, મીક્સ કરો. એમાં ચીલી ફ્લેક્સ નાખો, બરાબર હલાવો અને પછી ફ્રીજમાં મુકી દો. જામી જાય એટલે બહાર કાઢીને ખાઓ પણ કોઈને ખવડાવો ત્યારે એમને કહેતા નહીં કે આમાં મરચું છે. રહી વાત આઈસ્ક્રીમના ભજીયાની તો એની વાત કાલે. નેક્સ્ટ એપિસોડમાં. ખ્યાલ આયો?

આ પણ વાંચો: Monsoon Recipes : ચોમાસામાં માણો આ ગરમાગરમ વાનગીનો ટેસ્ટ, ટ્રાઈ કરો દાળની આ વાનગી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati