ઇબ્ન-એ-બતુતા ગીત તો તમે ઘણી વાર સાંભળ્યુ હશે.. પરંતુ શું તમે જાણો છો ઇબ્ન બતુતા છે શું ?

ઇબ્ન-એ-બતુતા ગીત તો તમે ઘણી વાર સાંભળ્યુ હશે.. પરંતુ શું તમે જાણો છો ઇબ્ન બતુતા છે શું ?
Ibn Batuta song

ઇબ્ન બતુતાનો જન્મ મોરોક્કોમાં 1304માં થયો હતો. તેણે તેના પિતાની જેમ કાઝી બનવા માટે અભ્યાસ કર્યો. 1325 પછી તેણે પોતાની યાત્રા શરૂ કરી અને આ યાત્રા 1 લાખ 20 હજાર કિલોમીટર પર સમાપ્ત થઈ.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 01, 2021 | 9:48 AM

વર્ષ 2010માં ઇશ્કિયા (Ishquiya) નામની ફિલ્મ આવી હતી. ફિલ્મમાં અરશદ વારસી, નસીરુદ્દીન શાહ અને વિદ્યા બાલન જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઇબ્ન-એ-બતુતાનું (Ibn Batuta song) એક ગીત હતું. આ ગીત એટલું ફેમસ થયું કે દરેકની જીભ પર ચડી ગયું અને આશા છે કે તમને પણ આ ગીત યાદ હશે. “ઇબ્ન-એ-બતુતા, બગલમે જૂતા …પહેને તો કરતા હે ચૂરર…

ફિલ્મની વાત તો થઈ ગઈ, પણ શું તમે જાણો છો કે આ ઈબ્ન બતુતા શું છે. શું તમે ક્યારેય જાણવાની કોશિશ કરી છે કે આ ઈબ્ન બતુતા આખરે છે શું ? અને તેનો અર્થ શું છે. અમે તમને આ નામ પાછળની વાર્તા જણાવવા જઇ રહ્યા છીએ,

વાસ્તવમાં, ઇબ્ન બતુતા એક વ્યક્તિનું નામ છે, જે વિશ્વના પ્રખ્યાત સંશોધક હતા. એવું કહેવાય છે કે જ્યારે તે પોતાના ઘરેથી ફરવા જતા ત્યારે ઘણા વર્ષો સુધી પાછા આવતા ન હતા અને એક દેશથી બીજા દેશમાં પહોંચતા હતા. એવી પણ વાર્તાઓ છે કે તે પોતાની બગલમાં જૂતા રાખતા હતા અને જ્યારે તે જૂતા પહેરતા હતા, ત્યારે તે બહાર ફરવા જતા હતા.

ઇબ્ન બતુતાનો જન્મ મોરોક્કોમાં 1304માં થયો હતો. તેણે તેના પિતાની જેમ કાઝી બનવા માટે અભ્યાસ કર્યો. 1325 પછી તેણે પોતાની યાત્રા શરૂ કરી અને આ યાત્રા 1 લાખ 20 હજાર કિલોમીટર પર સમાપ્ત થઈ. કલ્પના કરો કે તે સમયે આટલા કિલોમીટરની મુસાફરી કરવી કેટલી મુશ્કેલ હશે અને તેઓએ આ મુસાફરી કેવી રીતે પૂર્ણ કરી હશે.

સૌથી પહેલા તેઓ પોતાના ખચ્ચર પર બેસીને મક્કા હજ માટે રવાના થયા હતા. હજ બાદ તેઓ ઇજિપ્ત ગયા, ત્યારબાદ તેમણે ફરવાની પ્રક્રિયા શરૂ કરી. ખાસ વાત એ છે કે તેણે એ પણ નક્કી કર્યું હતું કે તે જે રૂટ પર એકવાર જશે, તે પછી ક્યારેય તે રૂટ પર નહીં જાય. પછીના 29 વર્ષો સુધી, તે વિશ્વના વિવિધ સ્થળોએ ફર્યા અને ઘણા દેશોમાં ગયા. ઇજિપ્ત પછી, તુર્કી ગયા અને તેમને આ પ્રવાસ પૂરો કરવામાં 7 વર્ષ લાગ્યા.

તે 1333માં અફઘાનિસ્તાન થઈને મુલતાન પહોંચ્યા હતા. આ પછી તે દિલ્હી પહોંચ્યા, આ માટે તેણે પહેલા પરવાનગી લેવી પડી. અહીં તેણે તુઘલકના દરબારમાં પણ લાંબો સમય કામ કર્યું. તેમની યાત્રામાં મક્કા મદીના, યમન અને એડન, ભારત, મલાયા, ચટગાંવ, ચીન, મોરોક્કો, ટિમ્બક્ટુ, તાગદ્દા, માલદીવ જેવા દેશોનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો –

Bhakti: શા માટે દ્વારિકાધીશના મંદિર પર ચઢાવાય છે 52 ગજની ધજા ? જાણો, મંદિરની ધજા સાથે જોડાયેલી રસપ્રદ બાબતો

આ પણ વાંચો – ઓમિક્રોન વેરિઅન્ટને પગલે સતર્ક મહારાષ્ટ્ર, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati