AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Deewane 3: આ જોડીએ જીતી લીધું યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડીઝનું દિલ, જાણો શો વિશે રસપ્રદ વાતો

ગણેશ ચતુર્થીની ધૂમ ઉજવણી ડાન્સ દીવાના 3 ના મંચ પર ચાલુ છે, જ્યાં સ્પર્ધકોએ તેમના દમદાર અભિનયથી બધાને હચમચાવી દીધા છે. તેમજ દરેકને સોહેલ અને વિશાલનો એક્ટ ગમ્યો.

Dance Deewane 3: આ જોડીએ જીતી લીધું યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડીઝનું દિલ, જાણો શો વિશે રસપ્રદ વાતો
Yami Gautam and Jacqueline Fernandez become a fan of Sohail and Vishal on Dance Deewane 3
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 9:36 AM
Share

શનિવારે ગણેશ ચતુર્થીના અવસરની ઉજવણી ડાન્સ દિવાને 3 ના (Dance Deewane 3) મંચ પર જોવા મળી હતી. આ શો દરમિયાન તમામ સ્પર્ધકોએ તેમના દમદાર પ્રદર્શનથી જજનું તેમજ આવેલા મહેમાન યામિ અને જેકલીનનું દિલ જીતી લીધું હતું.

શનિવારે આ શોમાં યામી ગૌતમ (Yami Gautam) અને જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) તેમની ફિલ્મ ‘ભૂત પોલીસ’ (Bhoot Police) ના પ્રમોશન માટે આવી પહોંચ્યા હતા. જ્યાં શોના સ્પર્ધક સોહેલ અને વિશાલે પોતાના દમદાર એક્ટથી બધાને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે, આજે આ ખાસ પ્રસંગે વિશાલ અને સોહેલે ફિલ્મ ‘અગ્નિપથ’ ના શ્રી ગણેશા દેવા સોંગ પર જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું.

આ પર્ફોર્મન્સ જોયા બાદ યામી ગૌતમે કહ્યું, “જો તમે આ ઉંમરે આ રીતે ડાન્સ કરો છો, તો તમે આગળ શું શું કરશો.” જ્યારે માધુરી દીક્ષિતે કહ્યું હતું કે “અમારા શોનો આ સુલતાન છે. તે કંઈ પણ કરી શકે છે.” જ્યાં આ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝે તેનો એક્ટ જોતા પહેલા જ તેને અભિનંદન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે, શોમાં આ એક્ટ બાદ એક મેળો પણ યોજાયો હતો, જ્યારે સોહેલે બધાને કહ્યું કે તે તેના અલીગઢમાં મેળામાં જતો હતો અને ત્યાં બંગડીઓ ફેંકીને સામાન જીતવાની રમત પણ રમતો હતો. આ ગેમ બાદમાં શોમાં રમાઈ હતી અને માધુરી દીક્ષિતે ખૂબ જ મજબૂત સ્ટાઈલથી આ ગેમ જીતી હતી.

આજે ડાન્સ દીવાને 3 ના મંચ પર ગણેશ ચતુર્થીના અવસર વચ્ચે, સોહેલે જેક્લીનને કહ્યું કે તે દરરોજ 7 ગ્લાસ બકરીનું દૂધ પીવે છે, જે સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સોહેલે અભિનેત્રીને કહ્યું કે આ દૂધ પીને જ તેની સિક્સ પેક બોડી બની છે. આ બાદ તેણે તેના છ પેક બનાવ્યા. જેકલીને પણ કહ્યું કે તેને બકરીનું દૂધ ખૂબ ગમે છે, તે હંમેશા પીવે છે. યામી ગૌતમ અને જેક્લીન ફર્નાન્ડીઝના આગમનથી શોમાં ચાર ચાંદ લાગી ગયા. જ્યાં આ બંને અભિનેત્રીઓએ ​​શોમાં ખૂબ જ મજા માણી હતી.

તમને જણાવી દઈએ કે યામી લગ્ન પછી પ્રથમ વખત કોઈ શોનો ભાગ બની છે. જ્યાં તેને તેના લગ્ન માટે ઘણી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. માધુરી, જેક્લીન અને ભારતીએ અભિનેત્રીના લગ્નની તસ્વીરોની પ્રશંસા કરી હતી અને તેને કહ્યું હતું કે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. દર્શકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ અઠવાડિયાના ટીઆરપી રિપોર્ટમાં આ શોને કેટલું રેટિંગ મળે છે તે જોવાનું રહેશે.

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">