Wrap: આલિયા ભટ્ટે વિજય વર્મા સાથે પુરી કરી પોતાની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું શૂટિંગ, જુઓ ફિલ્મનો BTS વીડિયો

આલિયા ભટ્ટ (Alia Bhatt) છેલ્લા ઘણા મહિનાઓથી મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, જ્યાં ઘણીવાર વિજય વર્મા (Vijay Varma) અને આલિયાની જોડીને ફિલ્મ 'ડાર્લિંગ્સ' (Darlings) ની સ્ક્રિપ્ટ સાથે મુંબઈમાં જોવા મળી હતી. જ્યાં હવે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે.

Wrap: આલિયા ભટ્ટે વિજય વર્મા સાથે પુરી કરી પોતાની ફિલ્મ 'ડાર્લિંગ્સ'નું શૂટિંગ, જુઓ ફિલ્મનો BTS વીડિયો
'Darlings'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:47 PM

બોલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) આજકાલ પોતાની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યાં હવે અભિનેત્રીએ તેમની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ (Darlings ) નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. અભિનેત્રીએ સોમવારે મુંબઈમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું. આ સમય દરમિયાન તમામ સ્ટાર્સ ફિલ્મના સેટ પર હાજર હતા જ્યાં આલિયા ભટ્ટ, વિજય વર્મા (Vijay Varma) અને દિગ્દર્શક જસમીત સાથે ખુબ ધૂમ મચાવી. આ દરમિયાન ફિલ્મની ટીમે કેક કાપીને ક્રૂ સાથે ખૂબ મસ્તી કરી હતી.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના નિર્માતા રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને ઈટરનલ સનશાઈન પ્રોડક્શન છે. જ્યાં ફિલ્મની ટીમે આ ફિલ્મની રેપ-અપ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ વિડીયો ઘણા ચિત્રોને જોડીને બનાવવામાં આવ્યો છે. જેમાં આપણે વિજય વર્મા, આલિયા ભટ્ટ, શેફાલી શાહને જોઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મની BTS ની તસવીરો છે. આ ફિલ્મમાં આપણને રોશન મેથ્યુ પણ જોવા મળશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જુઓ BTS નો વિડીયો

શું છે આ ફિલ્મની વાર્તા?

ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ એક વિચિત્ર માતા-પુત્રીની જોડીની અનોખી વાર્તા છે જે વિશ્વમાં પોતાની જગ્યા શોધવાનો પ્રયાસ કરતી વખતે અજબ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. ડાર્ક કોમેડી મુંબઈમાં રુઢિચુસ્ત મધ્યમ વર્ગના પડોશીની પૃષ્ઠભૂમિ પર રચાયેલી છે અને આ બે મહિલાઓના જીવનને શોધતી દર્શાવે છે જેને અસાધારણ સંજોગોમાં સાહસ અને પ્રેમ મળી જાય છે.

આ ફિલ્મના લેખક પરવેઝ શેખ અને જસમીત છે. જ્યાં આ ફિલ્મના નિર્દેશક જસમીત છે. ફિલ્મની વાર્તા વર્તમાન યુગને ધ્યાનમાં રાખીને શૂટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આપણને ગલી બોયમાં આલિયા ભટ્ટ અને વિજય વર્માની જોડી જોવા મળી હતી. જ્યાં ‘ગલી બોય’માં આ બંનેને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી તસ્વીરો પહેલાથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. જેને દર્શકોએ પણ ખૂબ પસંદ કરી છે.

વિજય વર્મા બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોનો ભાગ બનતા જોવા મળે છે. જ્યાં તાજેતરમાં આપણે તેમને મિર્ઝાપુર 2 શ્રેણીમાં જોયા હતા. જ્યાં તેમણે ડબલ પાત્ર ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે અભિનેતા આગામી દિવસોમાં તેમની ફિલ્મ હુડદંગમાં પણ જોવા મળશે.

આલિયા ભટ્ટનું વર્કફ્રન્ટ

આલિયા ભટ્ટ પાસે આ દિવસોમાં ઘણી ફિલ્મો છે જેમાં આપણે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘આરઆરઆર’ સહિત ઘણી મોટી ફિલ્મો જોવા જઈ રહ્યા છીએ. આજકાલ અભિનેત્રી સતત તેમની ફિલ્મોમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :- Tiger 3 માટે ખુબ પરસેવો બહાવી રહી છે કેટરીના કૈફ, તુર્કીમાં ડાન્સ રિહર્સલ કરતી વખતે શેર કર્યો વીડિયો

આ પણ વાંચો :- Akshay Kumarની માતાની હાલત નાજુક, ICUમાં દાખલ, UKથી ફિલ્મનું શૂટિંગ છોડ્યા બાદ ઉતાવળમાં મુંબઈ પરત ફર્યા અભિનેતા

g clip-path="url(#clip0_868_265)">