વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં (Women’s World Boxing Championship) ભારતનો ધ્વજ (India) લહેરાવનાર વર્લ્ડ ચેમ્પિયન બોક્સર નિકત ઝરીનનું (Nikhat Zareen) જીવન એટલું સરળ નહોતું કે તેણે પળવારમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે તમામ પ્રકારની શક્ય એટલી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે. તેણીએ પોતાની જીત વિશે કહ્યું છે કે, ‘તેની કારકિર્દીમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને તેણીને માનસિક રીતે મજબૂત બનાવી છે, કારણ કે તે સમયે તેણીએ પોતાને કહેવાની હિંમત એકઠી કરી હતી કે ગમે તે થાય, મારે લડવું પડશે અને મારું શ્રેષ્ઠ કરવું પડશે.
ઝરીનના જીવનનું એક સપનું હતું, જે આજે વર્લ્ડ ચેમ્પિયનશીપ જીત્યા બાદ પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ શું તમે જાણો છે કે, તેણીના જીવનનું હજુ એક સપનું પણ બાકી છે.. જી હા, તેણી બોલિવૂડના આ મેગાસ્ટારને મળવા માંગે છે.
View this post on Instagram
નિખત ઝરીને ગુરુવારે એટલે કે ઈસ્તાંબુલમાં બોક્સિંગમાં આ મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. નિકતે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. તેણે 52 કિગ્રા વર્ગમાં થાઈલેન્ડની જિતપોંગ જુટામાસને 5-0થી હરાવી દીધી છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, અનુષ્કા શર્મા અને કરીના કપૂર ખાન ઉપરાંત ઘણી સેલિબ્રિટીઓએ તેમની આ જીત પર પ્રશંસા અને અભિનંદન પાઠવ્યા હતા.
અમિતાભ બચ્ચને શુક્રવારે એટલે કે આજે, ટ્વિટર પર નિખત ઝરીન માટે પોસ્ટ કર્યું હતું કે, ‘નિકત ઝરીન વર્લ્ડ ચેમ્પિયન! અભિનંદન અભિનંદન અને માત્ર અભિનંદન. ઈન્ડિયા ઈન્ડિયા ઈન્ડિયા !!” આ ઉપરાંત, લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્મા અને કરીના કપૂર ખાને પણ નિકત ઝરીનને તેની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
View this post on Instagram
એક જાણીતા અંગ્રેજી અખબારપત્ર સાથે વાત કરતા નિકત ઝરીને કહ્યું છે કે, ”મારું સૌથી મોટું લક્ષ્ય ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે. હું આ માટે સખત મહેનત કરી રહી છું. મારું ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું એક સપનું હતું જે પૂરું થયું છે પરંતુ બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાનને મળવાનું મારું સપનું છે. અને મને આશા છે કે મારું આ સ્વપ્ન પણ એક દિવસ સાકાર થશે. ઘણી વખત મારા સંબંધીઓ કહેતા હતા કે તમે આટલા ટૂંકા કપડા કેમ પહેરો છો, તમે આ બોક્સિંગ કેમ કરો છો, પરંતુ હવે હું મારા દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને ગર્વ અનુભવું છું.