તારક મહેતા સીરિયલમાં ફાયનલી દયાબેનની એન્ટ્રી? આસિત મોદીએ જણાવ્યું લેટેસ્ટ ડેવલપમેન્ટ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોનો દર્શકોએ બહિષ્કાર કર્યા બાદ મેકર્સે શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે લોકો આ અંગે જાણવા માંગે છે કે શું ખરેખર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બંધ થઈ જશે? 15 વર્ષ સુધી મનોરંજન કરનાર શો હવે પુરો થઈ જશે?

ફેમસ સોની સબ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ન માત્ર લોકોનું મનોરંજન કરે છે પરંતુ તે ટીઆરપી લિસ્ટમાં પણ શોને જબરદસ્ત રેટિંગ પર રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે કહેવામાં આવી રહ્યું હતું કે દયાબેન શોમાં પરત ફરવાના છે. જોકે લાંબા સમય બાદ પણ દયાબેન શોમાં પાછા આવ્યા નથી કે શો કઈ વધારે મનોરંજન પણ લોકોનુ કરી રહ્યો નથી.
ત્યારે ફરી એકવાર અસિત મોદીએ દર્શકોને મૂર્ખ બનાવ્યા, જેના કારણે લોકોનો ગુસ્સો આસમાને પહોંચી ગયો છે અને તેઓએ TMKOCનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું. હવે સમાચાર આવી રહ્યા છે કે અસિત મોદીનો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બંધ થવાના આરે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બંધ થઈ જશે?
છેલ્લા ઘણા દિવસોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ દાવો કરી રહ્યા છે કે દયાબેન શોમાં પરત ફરવાના છે. આ માટે અસિત મોદીએ 200 થી 300 અભિનેત્રીઓના ઓડિશન પણ કરી ચુક્યા છે. પરંતુ આ પછી પણ દયાબેન હજુ સુધી શોમાં પાછા ફર્યા નથી. આ સાથે જ શો વિશે કહેવામાં આવ્યું હતું કે દર્શકોએ તેનો બહિષ્કાર કર્યા બાદ મેકર્સે શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે લોકો આ અંગે જાણવા માંગે છે કે શું ખરેખર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બંધ થઈ જશે? 15 વર્ષ સુધી મનોરંજન કરનાર શો હવે પુરો થઈ જશે?
શું છે સત્ય ?
જોકે આ સવાલો બાદ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો બંધ થવાનો નથી. સૂત્રોનું કહેવું છે કે આ શોને લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, અને તે ટીઆરપીમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મેકર્સ હજુ તેને લોકો સુધી પહોચાડવા ચાલુ રાખવાનુ વિચારી રહ્યા નથી. એટલે કે શો બંધ થવાની વાતો માત્ર અફવા છે. તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત 2008માં થઈ હતી. પરંતુ જ્યારથી દયાબેન ગયા ત્યારથી લોકો આ શોની પકડ ઢીલી પડી ગઈ છે.
અસિત મોદીએ કહ્યું- દયા પાછી આવશે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી દયા વાકાણી લાંબા સમયથી શોનો ભાગ નથી. દર્શકો લાંબા સમયથી તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. તાજેતરના એપિસોડની એક ઝલકથી દર્શકોને લાગે છે કે તે પુનરાગમન કરી રહી છે. આ પછી પણ તે ન આવતાં લોકોને છેતરાયાનો અહેસાસ થયો હતો.
જેના કારણે સોશિયલ મીડિયા પર #Boycott તારકમેહતા ટ્રેન્ડ થવા લાગ્યો. લોકોએ માંગ કરી હતી કે આ શો બંધ કરી દેવો જોઈએ. જોકે આસિત મોદીએ કહ્યું, હું અહીં દર્શકોનું મનોરંજન કરવા આવ્યો છું. હું મારા પ્રેક્ષકો સાથે ક્યારેય ખોટું બોલીશ નહીં.પરંતુ જનતાને મારું વચન છે કે દયા પાછી આવશે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ક્યાંય જવાનો નથી.