AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિલ સ્મિથને લાગ્યો મોટો ઝટકો, Netflixએ ફિલ્મ ‘બ્રાઈટ’ની સિક્વલ રદ કરી

ફિલ્મ મેકર્સ અત્યારે કોઈ મોટું જોખમ લેવા માંગતા નથી અને થોડા સમય પછી આ ફિલ્મને રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, નેટફ્લિક્સે (Netflix) હજુ સુધી બહુચર્ચિત 'થપ્પડ કાંડ' અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

વિલ સ્મિથને લાગ્યો મોટો ઝટકો, Netflixએ ફિલ્મ 'બ્રાઈટ'ની સિક્વલ રદ કરી
Will Smith & Chris Rock (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 5:19 PM
Share

એવું લાગે છે કે હોલીવુડના (Hollywood) પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથનો (Will Smith) અત્યારે સમય ખરાબ ચાલી રહ્યો છે. તાજેતરમાં, ઓસ્કાર 2022માં (Oscar Awards 2022) બહુચર્ચિત ‘થપ્પડ કાંડ’ બાદ તેની અસર હવે તેની કારકિર્દી પર પણ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિલ સ્મિથની આગામી ફિલ્મ ‘બ્રાઈટ 2’ જે લોકપ્રિય OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. તે હવે વિશ્વના સૌથી મોટા OTT પ્લેટફોર્મ Netflix દ્વારા રદ કરવામાં આવ્યું છે. જેનું કારણ ક્રિસ રોક સાથે થપ્પડનો વિવાદ જણાઈ રહ્યું છે. અત્યારે લોકો આ ઘટના અંગે પોતાની અલગ અલગ ટિપ્પણીઓ જણાવી રહયા છે.

‘બ્રાઇટ 2’ ફિલ્મની રિલીઝ કરાઈ છે રદ્દ

વિલ સ્મિથનું અંગત અને વ્યાવસાયિક જીવન આ દિવસોમાં ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેની ફિલ્મ બ્રાઈટ 2 લાંબા સમયથી ચર્ચામાં હતી. ચાહકો પણ આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે તે વિલના ચાહકોને નિરાશ કરશે. કારણ કે, આ ફિલ્મ હવે મુલતવી રાખવામાં આવી છે. વિલ સ્મિથે જે રીતે ઓસ્કાર 2022માં ક્રિસ રોકને થપ્પડ મારી હતી, તે જોતા તેનો દરેક જગ્યાએ આજે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

થપ્પડ કાંડનો વાયરલ વીડિયો અહીં જુઓ

Netflix આ ફિલ્મને લઈને અત્યારે કોઈ ઉતાવળ બતાવવા માંગતું નથી. હવે આ ફિલ્મ ક્યારે રિલીઝ થાય છે તે જોવું રહ્યું. આ થપ્પડ કાંડ બાદ વિલના તેની પત્ની સાથેના સંબંધો પણ બગડી ગયા છે. તેની પત્ની જેડા પિંકેટ અને વિલ સ્મિથની વચ્ચે તણાવનું વાતાવરણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બંને એકબીજા સાથે વાતચીત અત્યારે નથી કરી રહ્યા. એક મેગેઝીનના માટે, આ બંને વચ્ચે હવે છૂટાછેડાની સ્થિતિ સર્જાઈ છે.

વાસ્તવમાં શું બાબત હતી ??

હોલીવુડના પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથ પર એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સ (ઓસ્કાર) દ્વારા 10 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે પછી તે એકેડેમીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. ગત તા. 28 માર્ચે એવોર્ડ શો દરમિયાન વિલે હોસ્ટ ક્રિસ રોકને તેની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાડવા બદલ થપ્પડ માર્યાના 11 દિવસ પછી, એકેડેમીએ તેના પર કડક પગલાં લીધાં હતા.

View this post on Instagram

A post shared by Will Smith (@willsmith)

આ બધા વિવાદોની વચ્ચે વિલ સ્મિથ ગઈ કાલે ભારત આવ્યો હતો. સફેદ ટી-શર્ટ અને હાફ પેન્ટમાં ભારત પહોંચેલા વિલ સ્મિથે હાથ હલાવીને લોકોનું સ્વાગત કર્યું હતું. તેણે પાપારાઝી સાથે ફોટા માટે પોઝ પણ આપ્યા હતા. તે લગભગ એક અઠવાડિયાથી મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. બાદમાં, તેણે મહારાષ્ટ્રના બીડમાં એક ઈસ્કોન મંદિરમાં પણ ત્રણ દિવસ વિતાવ્યા છે.

આ પણ વાંચો – આલિયા ભટ્ટ અને વરુણ ધવન ફરી સાથે જોવા મળશે, હવે હમ્પ્ટી શર્મા અને બદ્રી કી દુલ્હનિયા પછી આગામી ફિલ્મ માટે છે તૈયાર

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">