પતિની ટાલને કારણે પત્નીએ માંગ્યા છૂટાછેડા, આ સમાચાર પર યામી ગૌતમે આપી આવી પ્રતિક્રિયા

|

Mar 05, 2021 | 11:54 AM

મેરઠમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં લગ્ન બાદ પત્નીને જાણ થઇ કે તેનો પતિ વિગ પહેરે છે, તો આ બાબતને લઈને તેણે છૂટાછેડાની માંગ કરી હતી. આ સમાચાર પર યામી ગૌતમે પ્રતિક્રિયા આપી છે.

પતિની ટાલને કારણે પત્નીએ માંગ્યા છૂટાછેડા, આ સમાચાર પર યામી ગૌતમે આપી આવી પ્રતિક્રિયા
યામી ગૌતમ

Follow us on

તાજેતરમાં જ એક અજીબો ગરીબ સમાચાર આવ્યા હતા. જેણે હવે સોશિયલ મીડિયા પર ચર્ચા પકડી છે. બોલીવૂડની અભિનેત્રી યામી ગૌતમે પણ આ ન્યૂઝ પર પ્રતિક્રિયા આપી છે. વાત જાણે એમ હતી કે

મેરઠના ફેમિલી કાઉન્સલિંગ સેન્ટર પર એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં લગ્ન બાદ પતિને ટાલ પડી જતા પત્ની છૂટાછેડા માટે સલાહકાર કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. મહિલાનો આરોપ હતો કે લગ્ન સમયે પતિના જાડા વાળ હતા. પરંતુ એક વર્ષ પછી બહાર આવ્યું છે કે તેનો પતિ વિગ પહેરે છે. લગ્ન પહેલા પતિએ તેનાથી આ વાત છુપાવી હતી. પત્નીનું કહેવું છે કે તેને છેતરવામાં આવી. અને હવે આ મહિલાએ તેના પતિ પાસેથી છૂટાછેડાની માંગ કરી હતી.

આ ઘટના પર યામી ગૌતમે પ્રતિક્રિયા આપી હતી. ખરેખર જોવા જઈએ તો યામીની ફિલ્મ ‘બાલા’ પણ આવા જ એક વિષય પર કેન્દ્રિત હતી. આ સમાચારને શેર કરતા યામી એ લખ્યું હતું “હે ભગવાન”. આ ઉપરાંત યામીએ ફિલ્મના ડિરેક્ટર અમર કૌશિકને પણ ટેગ કર્યા હતા. આ બાદ યામી ગૌતમના ચાહકોએ સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા આપી છે. આ વિષયને લઈને મિમ્સ અને જોક્સ શેર થઇ રહ્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

મહિલાએ પતિની ટાલને લઈને છૂટાછેડાની માંગ કરી હતી, આ સમાચાર વાંચવા અહિયાં ક્લિક કરો: વિગ પહેરીને યુવકે કરી લીધા લગ્ન, એક વર્ષ બાદ ભેદ ખુલ્યો તો પત્નીએ માંગ્યા છૂટાછેડા

Next Article