સલમાન ખાને હાથ જોડીને કેમ માંગી સુનીલ શેટ્ટીની દીકરી અથિયાની માફી? જાણો બાદમાં શું કહ્યું સુનીલે

|

Jul 25, 2021 | 7:56 AM

સલમાન ખાનના (Salman Khan) તાજેતરમાં અરબાઝ ખાનના (Arbaaz Khan) શો 'પિંચ 2' માં જોવા મળ્યા હતા. ત્યાં તેમણે અથિયા શેટ્ટીની માફી માંગી હતી. ચાલો જાણીએ કે શું છે મુદ્દો.

સલમાન ખાને હાથ જોડીને કેમ માંગી સુનીલ શેટ્ટીની દીકરી અથિયાની માફી? જાણો બાદમાં શું કહ્યું સુનીલે
Why did Salman Khan apologize to Athiya Shetty with folded hands?

Follow us on

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના (Salman Khan) ભાઈ અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાનનો (Arbaaz Khan) શો ‘પિંચ 2’ (Pinch 2) આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ છે સલમાન ખાન. વાત જાણે એમ છે કે, સલમાન ખાન તાજેતરમાં જ આ શોનો મહેમાન બન્યા હતા. સલમાને આ શોમાં ફિલ્મોથી લઈને અનેક સેલિબ્રિટીઝ સુધી વાત કરી. આ દરમિયાન સલમાન ખાને સુનીલ શેટ્ટીની (Suniel Shetty) પુત્રી અથિયા શેટ્ટીની (Athiya Shetty) માફી માંગી હતી. હવે તમે વિચારતા જ હશો કે સલમાને આવું કેમ કર્યું? તો ચાલો આની પાછળનું કારણ જાણીએ.

શો દરમિયાન અરબાઝ ખાને સલમાનને પૂછ્યું હતું કે તે અથિયા શેટ્ટી, કેટરિના કૈફ અને સંગીતા બિજલાનીમાંથી તમે કોને સોશિયલ મીડિયા પર ફોલો નથી કરતા. અરબાઝે સલમાનને પૂછ્યું હતું કે- સોશિયલ મીડિયા પર તમારા 117 મિલિયન ફોલોઅર્સ છે, પરંતુ તમે ટ્વિટર પર ફક્ત 24 લોકોને અને ઇન્સ્ટાગ્રામ પર માત્ર 25 લોકોને ફોલો કરો છો. હું તમને 3 નામ આપી રહ્યો છું, તેમાંથી તમારે કહેવાનું છે કે તમે ઇન્સ્ટાગ્રામ પર કોને ફોલો નથી કરતા, જે તમને ફોલો કરે છે.

સલમાને આથિયાની માફી માંગી

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સલમાને આ જવાબ સંગીતા આપ્યો હતો. પરંતુ આ જવાબ ખોટો હતો. આ અંગે અરબાઝે કહ્યું કે તમે ખોટા જવાબ આપી રહ્યા છો. ત્યારબાદ સલમાને અથિયા શેટ્ટીનું નામ લીધું અને હાથ જોડીને કેમેરા તરફ જોયું. બાદમાં સલમાને અથિયાની માફી માંગતા કહ્યું કે, ‘સોરી અથિયા, હવેથી હું તને ફોલો કરીશ.’ જોકે આ બાદ પણ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સલમાને અથિયાને ફોલો નથી કરી.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, જ્યારે સુનીલ શેટ્ટીની માફી અંગે પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે સલમાનને ક્યૂટ ગણાવ્યા. સુનીલ શેટ્ટીએ કહ્યું કે સલમાન એક પરિવાર જેવા છે. તે જે પણ કરે છે તે હૃદયથી કરે છે. જ્યારે તેમણે સ્ક્રીન પર અથિયાની માફી માંગી ત્યારે તે ખૂબ જ ક્યૂટ વાત હતી. તેઓનો ખૂબ જ મધુર સંબંધ છે. આ સાથે સુનીલ શેટ્ટીએ આ ક્ષણને ખૂબ જ અદ્ભુત ગણાવી.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન પહેલીવાર તેના ભાઈ અરબાઝના શો પિંચ 2 નો ભાગ બન્યા. અરબાઝના શો એટલે કે પિંચની છેલ્લી સીઝનમાં, ઘણા મહેમાનો આવ્યા હતા, જેમણે તેમની ફિલ્મ સફરથી તેમના ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો હતો.

 

આ પણ વાંચો: Shilpa Shetty એ આપ્યું પતિ રાજ કુંદ્રાની તમામ કંપનીઓમાંથી રાજીનામું, તપાસમાં લાગી ક્રાઈમ બ્રાંચ

આ પણ વાંચો: The Kapil Sharma Show માં કામ મળતા જ સુદેશ લહેરીએ ખરીદી કાર, વિડીયોના અંતમાં જુઓ ‘ધમાકેદાર’ કાર

Next Article