Aryan Khan: કોણ છે આ યુવતીઓ જેની સાથે જોડાય ચુક્યું છે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ

|

Oct 20, 2021 | 9:59 PM

થોડા મહિના પહેલા અચાનક આર્યન ખાનની એક વિદેશી છોકરી સાથેની કેટલીક ક્લોઝ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે યુવતી આર્યન ખાનની ગર્લફ્રેન્ડ છે.

Aryan Khan: કોણ છે આ યુવતીઓ જેની સાથે જોડાય ચુક્યું છે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ
આર્યન ખાન સાથે મિસ્ટ્રી ગર્લ

Follow us on

બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનનો (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન ડ્રગના કેસમાં જેલમાં ગયો છે, ત્યારથી લોકોમાં તેના વિશે જાણવાની રુચી વધી રહી છે. લોકો પહેલા પણ આર્યન ખાન (Aryan Khan)ને ફોલો કરતા આવ્યા છે, પરંતુ હવે આર્યન ખાનની અલગ રીતે ઓળખાણ બની છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તાજેતરમાં એવા ઘણા અહેવાલો આવ્યા છે કે આર્યન ખાન સાથે જોડાયેલા સમાચાર ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવી રહ્યા છે. લોકો જાણવા માંગે છે કે આર્યનના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે આર્યન એક છોકરીને ડેટ કરી રહ્યો છે. ચાલો અમે તમને જણાવીએ કે આર્યન ખાનના વર્તમાન જીવનમાં કઈ યુવતી છે?

 

આર્યન ખાનનું નામ અમિતાભ બચ્ચનની પૌત્રી સાથે જોડાયેલું હતું

આર્યન ખાન ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેનું નામ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા સાથે જોડાયું  હતું. આર્યન અને નવ્યા એકબીજાના ખૂબ સારા મિત્રો છે, પરંતુ જ્યારે તેમના ડેટિંગના સમાચાર મીડિયામાં ફેલાયા ત્યારે આ બંને પરિવારના લોકોએ સામે આવીને કહેવું પડ્યું કે બંને ખૂબ સારા મિત્રો છે, બાકીના મીડિયામાં ચાલી રહેલા સમાચાર ખોટા છે. આ પછી નવ્યાએ પોતે પણ સ્પષ્ટ કર્યું હતું કે તે માત્ર આર્યન ખાનની સારી મિત્ર છે, તે આર્યનને ડેટ નથી કરી રહી.

 

એક વિદેશી યુવતી સાથેની તસવીરો થઈ હતી વાયરલ

આ પછી એક અહેવાલ આવ્યો હતો કે આર્યન ખાન એક વિદેશી યુવતીઓને ડેટ કરી રહ્યો છે. થોડા મહિના પહેલા અચાનક આર્યનની એક વિદેશી યુવતી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે છોકરી આર્યન ખાનની ગર્લફ્રેન્ડ છે.

 

હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આર્યન સાથે જોવામાં આવેલી યુવતી કોણ છે, તેને આર્યન સાથે શું સબંધ છે. તે તસવીર તેની બહેન સુહાનાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેમાં આર્યન બ્લેક કલરનું જેકેટ પહેરેલો જોવા મળ્યો હતો અને છોકરી લાલ ડ્રેસમાં જોવા મળી હતી. તસવીરોમાં બંને ખૂબ જ નજીક દેખાઈ રહ્યા હતા.

 

અત્યાર સુધી આર્યન સાથે જોવા મળેલી રહસ્ય યુવતી વિશે કેટલીક માહિતી મળી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું હતું કે આર્યન ખાનની માતા ગૌરી ખાન લંડનની યુવતીને મળી ચુકી છે. આર્યને લંડનથી જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, જ્યાં તેનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાયેલું હતું. અત્યારે ડ્રગ્સના કેસના કારણે આર્યન ખાનના જીવનમાં મોટો ભૂકંપ આવ્યો છે.

 

આ પણ વાંચો :  Petrol Diesel Price: દેશમાં પેટ્રોલ ડિઝલની કિંમત ઓછી કરવા સરકાર એક્શનમાં, જાણો કેમ ભેગી કરાઈ રહી છે સરકારી અને ખાનગી કંપનીનાં જૂથ

Next Article