જ્યારે મનોજ બાજપેયીની એક્ટિંગ જોઈને આ 2 મોટી અભિનેત્રીઓ પગે લાગી, નામ જાણીને રહી જશો હેરાન

મનોજ બાજપેયીના અભિનયના સૌ કાયલ છે. પરંતુ શું તમે જાણો છો મનોજનો અભિનય જોઈને બે મોટી અભિનેત્રીએ તેમના પગ પકડી લીધા હતા. જાણો રસપ્રદ કિસ્સો.

જ્યારે મનોજ બાજપેયીની એક્ટિંગ જોઈને આ 2 મોટી અભિનેત્રીઓ પગે લાગી, નામ જાણીને રહી જશો હેરાન
When two senior heroine touched Manoj's feet after watching Manoj Bajpayee acting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 10:49 AM

બોલીવૂડમાં મહાન અભિનેતા ગણાતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) આજકાલ વિવાદોમાં જોવા મળી રહ્યા છે. મનોજને લઈને સુનીલ પાલ (Sunil Pal) નામના કોમેડિયને મોટું નિવેદન આપ્યું. અને સુનીલે મનોજ બાજપેયીને કહ્યું કે તેમની સિરીઝ પોર્ન કેટેગરીની છે અને મનોજ ‘બદતમીજ માંસ’ છે. બાદમાં મનોજ બાજપેયીએ પણ સુનીલને જડબાતોડ જવાબ આપ્યો હતો. મનોજે કહ્યું કે લાંબા સમય સુધી જ્યારે કામ ના મળે ત્યારે માનસિક સ્થિતિ આવી થઇ જાય. હું સમજી શકું છું.

પરંતુ આજે અમે તમને એવા બે કિસ્સા કહેવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે જ કહેશો કે મનોજ એક દિગ્ગજ અભિનેતા છે. વાત જાણે એમ છે કે 2 ફિલ્મોમાં એવું બન્યું કે મનોજનો અભિનય જોઇને ફિલ્મની મોટી હિરોઈનો મનોજના પગમાં પડી ગઈ. જી હા આ અહેવાલો પ્રમાણે આ હિરોઈન કોઈ નાની અમથી કે સ્ટ્રગલ કરતી હિરોઈનનહીં પરંતુ બોલીવૂડમાં મોટું નામ ધરાવતી હિરોઈન છે.

ક્યારે રાજનીતિની હિરોઈન લાગી પગે

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વાત છે પ્રકાશ ઝાની ફિલ્મ રાજનીતિની. મનોજ બાજપેયીએ આ ફિલ્મમાં અભિનયથી તાળીઓ અને સીટીઓ લુંટી. આ ફિલ્મમાં વીરેન્દ્ર પ્રતાપ ઉર્ફ વીરુ ભૈયાના રોલમાં મનોજે કોઈ કસર બાકી ના રાખી. કહેવાય છે કે ફિલ્મના પ્રીમિયર શો દરમિયાન ફિલ્મની અભિનેત્રી કેટરીના કૈફ (Katrina kaif) મનોજ બાજપેયીના પગમાં પડી ગઈ હતી. તેને મનોજનો અભિનેય એટલો ગમ્યો કે સન્માન આપવા માટે તે પગે લાગી.

સત્યા માટે દિગ્ગજ હિરોઈન પગે લાગી

આવો જ એક કિસ્સો વર્ષો પહેલા પણ ઘટ્યો હતો. વાત છે ફિલ્મ સત્યા (Satya) સમયની. સત્યા ફિલ્મ માટે મનોજનો અભિનય આજે પણ વખણાય છે. ફિલ્મમાં તેનો અભિનય જોઇને અભિનેત્રી તબ્બુ (Tabu) કાયલ થઇ ગઈ હતી. તબ્બુ એક ખુબ સિનીયર અભિનેત્રી છે. તેમ છતાં તે સત્યાના પ્રીમિયર દરમિયાન મનોજના પગે લાગી હતી.

ઘણી ફિલ્મોમાં મોટા રોલ નિભાવનાર મનોજ બાજપેયી આગળ પણ અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. હાલમાં મનોજના સિતારા સાતમાં આસમાને છે. આશા રાખીએ કે આવા અભિનેયથી તેઓ હંમેશા ચમકતા રહે.

આ પણ વાંચો: શિલ્પાના સમર્થનમાં આવ્યા હંસલ મહેતા, બોલીવૂડના અન્ય લોકોની કાઢી ઝાટકણી, જાણો શું કહ્યું

આ પણ વાંચો: Bigg Boss OTT: કન્ફર્મ થયું પહેલું નામ, આ ફેમસ સિંગર શોમાં રેલાવશે સુર કે પાડશે દહાડ?

g clip-path="url(#clip0_868_265)">