જ્યારે Shahrukh Khan નાં કારણે Aamir Khan ની ઓનસ્ક્રીન પુત્રીએ નહોતા ધોયા હાથ, કારણ જાણીને તમે ચોંકી જશો

Hiren Buddhdev

|

Updated on: May 21, 2021 | 8:07 PM

તમને જણાવી દઈએ કે ફિલ્મ 'વન 2 કા 4' માં શાહરૂખ સાથે ફાતિમા સના શેખે ( (Fatima Sana Shaikh) ) બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. પરંતુ મોટા થયા પછી તે દિવાળીની એક પાર્ટીમાં કિંગ ખાનને ( King Khan ) મળ્યા હતા.

જ્યારે Shahrukh Khan નાં કારણે Aamir Khan ની ઓનસ્ક્રીન પુત્રીએ નહોતા ધોયા હાથ, કારણ જાણીને તમે ચોંકી જશો
Shahrukh Khan

બોલિવૂડના ‘રોમાંસ કિંગ’ શાહરુખ ખાન (Shah Rukh Khan) પર લાખો લોકો મરે છે. આજ સુધી શાહરુખની ઝલક મેળવવા ચાહકો હંમેશાં આતુર રહે છે. શાહરુખે દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાના ચાહકો બનાવી રાખ્યા છે. આટલું જ નહીં, ઘણા આવા સ્ટાર્સ પણ છે જે શાહરૂખ ખાનના ચાહક છે, આ યાદીમાં ફાતિમા સના શેખનો ( (Fatima Sana Shaikh) સમાવેશ કરવામાં આવ્યો છે.

શાહરુખ ખાન ઘણીવાર તેમના પ્રિયજનોને રુબરુ થતા રહે છે. આવી સ્થિતિમાં તે ઘરની બહાર ઉભા રહેલા ચાહકોને પણ તેમની ઝલક બતાવતા હોય છે. દરેક જણ શાહરૂખને મળવા માટે બેતાબ રહેતો હોય છે. આવી સ્થિતિમાં અભિનેત્રી ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh) પણ શાહરુખ ખાનની ખૂબ મોટી ચાહક છે, જેનો ખુલાસો તેમણે પોતે કર્યો છે.

ફાતિમાએ નહોતા ધોયા હાથ

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘વન 2 કા 4’ માં શાહરૂખ સાથે ફાતિમા સના શેખે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. પરંતુ મોટા થયા પછી તે દિવાળીની એક પાર્ટીમાં કિંગ ખાનને મળ્યા હતા. ખરેખર, આમિર ખાનની ઓનસ્ક્રીન પુત્રી અને સહ-અભિનેત્રી, સન્યા મલ્હોત્રા (Sanya Malhotra) સાથેની આ દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા.

આ પાર્ટીમાં ખુદ શાહરુખ ખાન પણ હાજર હતા. એકવાર ખુદ ફાતિમાએ આ વાતનો ખુલાસો કર્યો હતો, તેમણે આ પાર્ટીમાં કિંગ ખાનને નજીકથી જોયા હતા. આ દરમિયાન તેમણે આકસ્મિક રીતે હસતાં શાહરુખ ખાનનો હાથ સ્પર્શ કર્યો હતો. આ પછી, તેમણે દિવસભર હાથ ધોયો નહીં.

આટલું જ નહીં, અભિનેત્રીએ તો એમ પણ કહ્યું હતું કે જો ક્યારેય કિંગ ખાનને ખબર પડી તો તે તેની સાથે કામ કરશે નહીં. શાહરુખ ખાન સાથે દરેક એક્ટ્રેસને કામ કરવાની ઇચ્છા હોય છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે ક્યારે ફાતિમાને શાહરૂખ સાથે કામ કરવાનું મળશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ફાતિમા સના શેખ તાજેતરમાં જ નેટફ્લિક્સ (Netflix) ની ફિલ્મ ‘અજીબ દાસ્તાંસ’ (Ajeeb Daastaans) માં જોવા મળી છે. આ પહેલા ફાતિમા ‘લુડો’ (Ludo) માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી હતી. ચાઇલ્ડ સ્ટાર તરીકે, તે ‘ચાચી 420’ (Chachi 420) માં કમલ હાસન (Kamal Haasan) અને તબ્બુની પુત્રીના રોલ પ્લેમાં જોવા મળી હતી.

આ પછી, આમિર ખાનેની ‘દંગલ’ થી મોટા પડદે કમબેક કર્યું હતું. દંગલ માટે ફાતિમાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફાતિમાએ તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ચાહકોને ફાતિમાની એક્ટિંગ ખૂબ જ ગમે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati