Special Ops 1.5 Trailer: રસપ્રદ રહેશે હિંમત સિંહની વાર્તા, આફતાબ પણ બનશે નવા મિશનનો ભાગ

આગામી એક્શન થ્રિલર (Special Ops 1.5 : The Himmat Story) દર્શકો માટે એક ટ્રીટની જેમ છે. શ્રેણીની આગળની વાર્તા એ શોધશે કે કેવી રીતે હિંમત સિંહ દેશના સૌથી મોટા જાસૂસમાંથી દેશ માટે સૌથી મોટો ખતરો બની ગયો.

Special Ops 1.5 Trailer: રસપ્રદ રહેશે હિંમત સિંહની વાર્તા, આફતાબ પણ બનશે નવા મિશનનો ભાગ
Kay Kay Menon, Aftab Shivdasani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 10:25 PM

લોકપ્રિય ડિઝની પ્લસ હોટસ્ટાર જાસૂસ રોમાંચક શ્રેણી ‘સ્પેશિયલ ઓપ્સ’ નવી શૈલીમાં દેખાવાની છે. આ શ્રેણી ‘સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિમ્મત સ્ટોરી’ (Special Ops 1.5 : The Himmat Story) શીર્ષક સાથે દર્શકોમાં પુનરાગમન કરી રહી છે. તેનું ટ્રેલર મંગળવારે રિલીઝ થયું હતું.

આ શ્રેણી એજન્ટ હિંમત સિંહની પ્રારંભિક વર્ષોની વાર્તા કહેશે. શ્રેણીમાં હિંમત સિંહનું પાત્ર કેકે મેનન (Kay Kay Menon) દ્વારા નિભાવામાં આવ્યું છે, જે તેની છેલ્લી બે સીઝનમાં ખૂબ જ મજબૂત શૈલીમાં દેખાયા હતા. આ વખતે આફતાબ શિવદાસાની (Aftab Shivdasani)નું નામ પણ ફિલ્મ સાથે જોડાયેલું છે, જે નવા મિશનમાં હિંમત સિંહના સાથી તરીકે જોવા મળશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પ્રોજેક્ટનું નિર્દેશન શિવમ નાયરના સહયોગથી ફ્રાઈડે સ્ટોરીટેલર્સના ફિલ્મ નિર્માતા નીરજ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે. શ્રેણીના નવા ભાગ વિશે વાત કરતા નીરજ પાંડેએ કહ્યું કે સ્પેશિયલ ઓપ્સ દર્શકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે, કારણ કે દરેક પાત્રની વાર્તા આ શ્રેણીમાં એક તીવ્ર ડ્રાઈવિંગ પોઈન્ટ બની ગઈ છે, પરંતુ એક પાત્ર જે પ્રશંસકો માટે મોટો હિસ્સો હિંમત સિંહ હતા.

દેશના રક્ષકથી કેવી રીતે મોટો દુશ્મન બન્યો હિંમત સિંહ

તેમણે વધુમાં ઉમેર્યું કે સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિમ્મત સ્ટોરી સાથે અમે યુનિવર્સ ઓફ સ્પેશિયલ ઓપ્સનું નિર્માણ કરવા માગતા હતા અને ચાહકોને તેમના મનપસંદ RAW એજન્ટ બનાવવાની ઝલક આપવા માંગતા હતા. આ ભાગમાં દર્શકો જોશે કે હિંમત સિંહ તે વ્યક્તિ કેવી રીતે બન્યો જેમને તેઓ ખૂબ પ્રેમ કરે છે. હિંમત સિંહનું ચરિત્ર દર્શકોને ખાસ પસંદ આવ્યું છે.

આગામી થ્રિલર એક્શન દર્શકો માટે એક ટ્રીટ જેવી છે. શ્રેણીની આગળની વાર્તા એ ખબર મેળવશે કે હિંમતસિંહ દેશના સૌથી મોટા જાસૂસમાંથી દેશ માટે સૌથી મોટો ખતરો કેવી રીતે બની ગયો. અભિનેતા કેકે મેનન, જેમણે હિંમત સિંહના ચિત્રણ માટે પ્રેક્ષકોનો અપાર પ્રેમ મેળવ્યો હતો, તે આ ભૂમિકાને પુનરાવર્તિત કરતા જોવા મળશે. હિંમત સિંહનું પાત્ર એક્શનથી ભરપુર આ હપ્તામાં રાજકારણ, લાલફીતાશાહી અને હની ટ્રેપિંગની મુશ્કેલ ગલીઓમાંથી પસાર થશે.

કેકે મેનન ઉપરાંત સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિમ્મત સ્ટોરીમાં આફતાબ શિવદાસાની (Aftab Shivdasani ), ગૌતમી કપૂર (Gautami Kapoor), વિનય પાઠક (Vinay Pathak), પરમીત સેઠી (Parmeet Sethi), કેપી મુખર્જી (Kali Prasad Mukherjee), એશ્વર્યા સુષ્મિતા, મારિયા રયાબોશપકા, શિવ જ્યોતિ રાજપૂત, વિજય વિક્રમ સિંહ અને શાંતનુ ઘટક પણ છે. મિની-સિરીઝનું શૂટિંગ મુંબઈ, દિલ્હી અને મલેશિયા, યુક્રેન અને મોરેશિયસ જેવા કેટલાક સ્થળોએ કરવામાં આવ્યું છે. આ શ્રેણી ડિઝની પ્લસ હોટસ્ટાર પર 12 નવેમ્બરે રિલીઝ થશે.

આ પણ વાંચો :- Ranveer Singhએ વિરાટ-વામિકાની ફોટો પર કરી કમેન્ટ, ચાહકોએ કહ્યું – તમે ક્યારે આપી રહ્યા છો સારા સમાચાર?

આ પણ વાંચો :- Arjun Kapoorએ કર્યો સોશિયલ મીડિયાથી બ્રેક લેવાનો નિર્ણય, કહ્યું- ગાયબ થવાનો સમય

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">