Netflixનું તેના કર્મચારીઓને ફરમાન, કન્ટેન્ટ પસંદ ના હોય તો છોડી દો નોકરી, એલન મસ્કે કર્યા આ બાબતના વખાણ

|

May 18, 2022 | 7:45 AM

(Netflix )હાલમાં પોતાની નવી ગાઇડ લાઇનને લઇને ચર્ચામાં છે આ ગાઇ઼ડલાઇનમાં કર્મચારીઓ સામે કેટલીક શરતો રાખવામાં આવી છે.  જેમાં કહ્યું છેકે જે કર્મચારીને નેટફ્લિક્સનું કન્ટેન્ટ પસંદ ન હોય તે નોકરી છોડીને જઈ શકે છે. 

Netflixનું તેના કર્મચારીઓને ફરમાન, કન્ટેન્ટ પસંદ ના હોય તો છોડી દો નોકરી, એલન મસ્કે કર્યા આ બાબતના વખાણ
Netflix orders its employees.

Follow us on

ઓટીટી (OTT) પ્લેટફોર્મ નેટફ્લિક્સે પોતાના કર્મચારીઓ સામે એક શરત રાખી છે જે ચર્ચાનો વિષય બની ગઈ છે. વાસ્તવમાં (Nerflix) સાત વર્ષ બાદ પોતાની ગાઇડલાઇન (Guideline) બદલી છે અને પોતાના કર્મચારીઓને કહ્યું છે કે જો નેટફ્લિક્સનું કન્ટેન્ટ (Content) પસંદ નથી તો તે કર્મચારી નોકરી છોડી શકે છે.  નેટફ્લિક્સની કલ્ચર ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓએ એવા કન્ટેન્ટ પર કામ કરવા તૈયાર રહેવું પડશે, જે કન્ટેન્ટને તેઓ પસંદ નથી કરતા. આગળ લખવામાં આવ્યું છે કે જો તે નેટફ્લિક્સના આવા કોઈ કન્ટેન્ટને સપોર્ટ નથી કરી શકતા તો પછી નોકરી છોડી દે.

નેટફ્લિકસ પોતાની ગાઇડલાઇનમાં આગળ એમ પણ લખે છે કે અમે ઇચ્છીએ છીએ કે દર્શક એ સમજે કે તેના માટે શુંસારુંછે અને શું ખોટું. આગળ લખ્યું છે કે તે વિવધ પટકથામાં વૈવિધ્ય ઇચ્છે છે પછી એ પરિસ્થિતિમાં વ્યક્તિગત મૂલ્યોને પડકારવા કેમ ન પડે?

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

કંપનીના કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જો તે નેટફિ્લક્સના કન્ટેન્ટની વ્યાપકતાને સપોર્ટ નથી કરતા તો પછી નેટફ્લિક્સ તેમના માટે યોગ્ય જગ્યા નથી. નવી ગાઇડલાઇન અંગે વાત કરતા Netflix ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની આશરે 18 મહિના સુધી કર્મચારીઓ સાથે આંતરિક રૂપે સાંસ્કૃતિક મુદ્દા અંગે ચર્ચા કરી હતી.  આ લાંબા ગાળાની ચર્ચા બાદ જ  ઓટીટી માટે નવી  કલ્ચર ગાઇડલાઇન બનાવવામાં આવી હતી.

પ્રવક્તાએ એમ પણ કહ્યું કે કર્મચારીઓન નવી કલ્ચર ગાઇડલાઇન અંગે પ્રતિભાવ આપવા પૂરતો સમય આપવામાં આવ્યા હતા. તેમાં આશરે 1 હજાર સૂચનો આવ્યા હતા. ત્યારબાદ નવી ગાઇડલાઇન તૈયાર થઈ છે.

મસ્કે કરી પ્રશંસા

 

ટેસ્લાના ફાઉન્ડર એલન મસ્કે નેટફ્લિક્સના આ પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે આ પગલાંને સારું ગણાવ્યું હતું. જણાવી દઇએ કે એલન મસ્ક પોતે ટ્વિટરની ડીલ અંગે ચર્ચામાં છે અને તેમણે 44 બિલિયન ડોલરમાં આ ડીલ કરી છે.

Next Article