દિયા મિર્ઝા અને શ્રેયા ધનવન્તરી સ્ટારર ‘ગ્રે’ આવતીકાલે થશે રિલીઝ, ‘સહમતિ કેટલી જરૂરી છે…’ જેવો મુદ્દો દર્શાવશે આ શોર્ટ ફિલ્મ

|

May 19, 2022 | 8:42 PM

એમેઝોન મિની ટીવી પર પ્રસારિત થનારી શોર્ટ ફિલ્મ 'ગ્રે' (Film Gray) જોવા માટે દર્શકો આતુર છે. આ શોર્ટ ફિલ્મની વાર્તા એક છોકરીની આસપાસ ફરે છે જે સમજાવવા માંગે છે કે સહમતિ કેટલી મહત્વપૂર્ણ છે.

દિયા મિર્ઝા અને શ્રેયા ધનવન્તરી સ્ટારર ગ્રે આવતીકાલે થશે રિલીઝ, સહમતિ કેટલી જરૂરી છે... જેવો મુદ્દો દર્શાવશે આ શોર્ટ ફિલ્મ
Dia mirza and shreya short movie gray

Follow us on

સહમતિ આવશ્યક છે, પરંતુ લોકો ઘણીવાર સમજવામાં નિષ્ફળ જાય છે કે રેખા ક્યારે અને ક્યાં દોરવી જોઈએ. એમેઝોન મીની ટીવીની લેટેસ્ટ શોર્ટ-ફિલ્મ ‘ગ્રે’, (Film Gray) જે 20 મેના રોજ ફ્રીમાં પ્રીમિયર થવા જઈ રહી છે, સંબંધોમાં ક્યાં રેખા દોરવી તેની મૂંઝવણ દૂર કરે છે. આ શોર્ટ ફિલ્મમાં દિયા મિર્ઝા (Dia Mirza) અને શ્રેયા ધનવંતરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિયા મિર્ઝા અને શ્રેયા અભિનીત આ શોર્ટ ફિલ્મ દર્શકોને અનેક સવાલો વિચારવા મજબૂર કરશે. આ નાટક એક યુવતી નૈનાના જીવન પર આધારિત છે, જે એક અસ્વસ્થતા અનુભવ પછી મુશ્કેલ તબક્કામાંથી પસાર થાય છે જે તેના જીવનમાં બદલાવ લાવે છે.

આ ફિલ્મ સહમતિનો અર્થ સમજાવશે

ટૂંકી ફિલ્મનો પ્લોટ સહમતિ અને મિત્રતા વચ્ચેનો ભેદ પારખતી વખતે જે સંઘર્ષનો સામનો કરવો પડે છે, તેની આસપાસ વણાયેલો છે અને મોટા ભાગના કિસ્સાઓમાં તે પોતાની જાતને દોષી ઠેરવે છે. યુવા ઓરિજિનલ્સ દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ ગ્રેનું લેખન અને નિર્દેશન સાક્ષી ગુરનાની દ્વારા કરવામાં આવ્યું છે.

એમેઝોન એડવર્ટાઈઝિંગ હેડ ગિરીશ પ્રભુએ આ શોર્ટ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે “Amazon Mini TV પર અમે હંમેશા અસરકારક વાર્તાઓ રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ, જે પ્રેક્ષકોનું મનોરંજન કરે છે અને તેને ઉજાગર કરે છે. સહમતિ વિશે આપણે બધા જાણીએ છીએ, તેના વિશે વાત કરીએ છીએ, પરંતુ આપણે તેને કેટલી સારી રીતે સમજીએ છીએ અથવા અપનાવીએ છીએ તે વાસ્તવિક પ્રશ્ન છે. અમારી પુરસ્કાર વિજેતા શોર્ટ ફિલ્મ લાઈબ્રેરીમાં આ અર્થપૂર્ણ વાર્તા ઉમેરવાનો અમને ગર્વ છે.”

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

યુવા ઓરિજિનલ્સના સહ-સ્થાપક અને સીઈઓ નિખિલ તનેજાએ જણાવ્યું હતું કે “યુવા ઓરિજિનલ્સમાં અમે યુવા ભારતીયોના ભાવનાત્મક સત્યોને પ્રતિબિંબિત કરતી વાર્તાઓ કહેવામાં વિશ્વાસ રાખીએ છીએ. વાર્તાઓ જે તેમને એક રીતે સાંભળવા અને જોવાની અનુભૂતિ કરાવે છે. ગ્રે ફિલ્મ પુનીત રૂપારેલ અને સાક્ષી ગુરનાનીની વાર્તા છે, જેનું નિર્દેશન સાક્ષી દ્વારા કરવામાં આવ્યું છે. તે સહમતિ વિશે એક શક્તિશાળી વાર્તા છે.”

તેમણે વધુમાં કહ્યું કે આ એક એવો વિષય છે જે ‘બ્લેક’ અને ‘વ્હાઈટ’ હોવો જોઈએ, પરંતુ તેને ઘણી વાર ‘ગ્રે’ તરફ ધકેલવામાં આવે છે કારણ કે આપણે ‘ના’નો અર્થ શીખવાની ના પાડીએ છીએ. અમને આશા છે કે આ ફિલ્મ દર્શકોને સહમતિના અર્થને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં મદદ કરશે. એમેઝોન મિની ટીવી સાથે સંકળાયેલા હોવાનો અમને ખૂબ જ ગર્વ છે, કારણ કે તેની વ્યાપક પહોંચ આ વાર્તાને દેશના દરેક ખૂણે ખૂણે લઈ જશે. તમને જણાવી દઈએ કે આ શોર્ટ ફિલ્મ આવતીકાલે એટલે કે 20 મેના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

Next Article