Masoom Trailer : બોમન ઈરાની સાથે OTT પર ધમાલ મચાવશે સમારા, થ્રિલરથી ભરપુર છે Masoomનું ટ્રેલર

|

Jun 15, 2022 | 5:27 PM

તમને જણાવી દઈએ કે, બોમન ઈરાની અને Samara Tijoriની વેબ સિરીઝ Masoomથી પોતાનું ડેબ્યુ કરી રહી છે, આ સિરીઝમાં દર્શકોને આશા છે કે, બોમન ઈરાની એક અલગ અવતારમાં જોવા મળશે.

Masoom Trailer : બોમન ઈરાની સાથે OTT પર ધમાલ મચાવશે સમારા, થ્રિલરથી ભરપુર છે Masoomનું ટ્રેલર
બોમન ઈરાની સાથે OTT પર ધમાલ મચાવશે સમારા, થ્રિલરથી ભરપુર છે Masoomનું ટ્રેલર
Image Credit source: instagram

Follow us on

Masoom Trailer : ડિઝની હોસ્ટાર પર એક મનોવૈજ્ઞાનિક થ્રિલર માસુમ (Masoom Web Series) બોમન ઈરાની ધમાલ મચાવવા તૈયાર છે, પંજાબના ફાલૌલીમાં સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સિરીઝમાં કપૂર પરિવારના જીવનને પ્રભાવિત કરનાર અનેક સચ્ચાઈ સામે લાવશે. જ્યાં જટિલ સંબંધોની ગતિશીલતા સમય અને મહત્વાકાંક્ષા સાથે બદલાતી રહે છે, 6 એપિસોડવાળી આ સિરીઝ (Web series) 17 જૂનના રોજ રિલીઝ થશે. આ સિરીઝથી અભિનેતા બોમન ઈરાની અને રાઈઝિંગ સ્ટાર (Rising star) સમારા તેનું ડિજીટલ ડેબ્યુ કરી રહી છે, સિરીઝમાં એક પિતા અને પુત્રી વચ્ચેના એક સંબંધની ઝલક જોવા મળશે.

આ સિરીઝ એક પરિવારને ગુમાવ્યા બાદ પારિવારિક સંબંધો પર પ્રકાશ પાડે છે. આ શો ડ્રીમર્સ એન્ડ ડૂર્સ કંપની બેનર હેઠળ નિર્મિત છે, જે રિલાયન્સ એન્ટરટેનમેન્ટનો ભાગ છે અને એક પ્રીમિયમ સામગ્રી છે, જેના લીડ અભિનેતામાં મંજરી ફડનીસ, વીર રાજવંત સિંહ, ઉપાસના સિંહ અને મનુર્ષિ ચઢ્ઢા સામેલ છે, આ સિરીઝમાં ફેમસ આનંદ ભાસ્કર ક્લેક્ટિવ દ્વારા રચિત એક સોલફુલ સાઉન્ડટ્રેક પણ છે.આ શોનું નિર્માણ ડ્રીમર્સ એન્ડ ડોર્સ કંપનીના બેનર હેઠળ કરવામાં આવ્યું છે, જે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટનો એક ભાગ છે અને પ્રીમિયમ કન્ટેન્ટ છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

સમારા તિજોરી અને બોમન ઈરાનીનું ડિજીટલ ડેબ્યુ

દિગ્ગજ અભિનેતા બોમન ઈરાની તેની આ સિરીઝને લઈ ખુબ ખુશ છે, જેના પર વાત કરતા બોમન ઈરાની કહ્યું કે, ડિઝની પ્લસ હોટસ્ટાર પર માસુમ સાથે લાંબા સમય બાદ ડિજિટલ ડેબ્યુ કરશે. આ વેબસિરીઝમાં સમારાના પિતાની ભૂમિકા નિભાવી રહ્યો છું જે મારા માટે ખુબ પડકારજનક છે. સમારા જેવી પ્રતિભાશાળી અભિનેત્રી સાથે કામ કરવું ખુબ આકર્ષક છે.

અભિનેત્રી સમારા તિજોરીએ કહ્યું માસુમમાં એક યુવા છોકરીની ભુમિકા નિભાવી રહી છું. જે સચ્ચાઈને બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેની આસપાસ રહેલા લોકો આ સચ્ચાઈને છુપાવાની કોશિષ કરી રહ્યો છો, મારા ઓન સ્ક્રી પિતાના રુપમાં બોમન ઈરાની જેવા અનુભવી અભિનેતા સાથે મારે ભુમિકા નિભાવવો એક અનુભવ હતો. તમને જણાવી દઈએ કે સમારા તિજોરી (Samara Tijori) એક્ટર સલમાન ખાનની ભત્રીજી અને એક્ટર દીપક તિજોરીની દીકરી છે. આ સિરીઝ પિતા અને પુત્રી વચ્ચેના જટિલ સંબંધોની ઝલક આપે છે.

Published On - 2:36 pm, Wed, 15 June 22

Next Article