Bollywood News: વિનોદ મહેરાની પત્ની કિરણ મહેરાએ તેના રેખા સાથેના સંબંધને લઈને કર્યો મોટો ખુલાસો

Bollywood News: વિનોદ મહેરાની પત્ની કિરણ મહેરાએ તેના રેખા સાથેના સંબંધને લઈને કર્યો મોટો ખુલાસો
Vinod Mehra and Rekha

30 ઓક્ટોબર 1990ના રોજ વિનોદ મહેરાનું અચાનક અવસાન થયું. તેમના મૃત્યુના 31 વર્ષ પછી પણ તેમની પત્ની એકલવાયું જીવન જીવી રહી છે. એક ઈન્ટરવ્યુમાં કિરણ મહેરાએ તેમના અને રેખાના સંબંધોને લઈને મોટો ખુલાસો કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 26, 2021 | 8:29 PM

બોલિવૂડના ફેમસ એક્ટર વિનોદ મહેરા (Vinod Mehra) તેમની એક્ટિંગની સાથે સાથે તેમના લુક્સ માટે પણ જાણીતા હતા. તે ઈન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાંના એક હતા. તેમનું ફિલ્મી કરિયર જેટલું રોમાંચક હતું એટલું જ તેમનું અંગત જીવન પણ રસપ્રદ હતું. તે સમયે બોલીવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે પણ તેમનું નામ જોડાયું હતુ. જેમાં સૌથી વધુ ચર્ચા તેમના અને દિગ્ગજ અભિનેત્રી રેખા વચ્ચેના પ્રેમપ્રકરણની હતી. તેની પત્ની કિરણ મહેરાએ (Kiran Mehra)  લાંબા સમય બાદ તેના પતિ અને તેના જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. રેખા સાથેના તેના સંબંધો વિશે ઘણી વાતો કહી છે. 

30 ઓક્ટોબર 1990ના રોજ વિનોદ મહેરાનું અચાનક અવસાન થયું. તેમના મૃત્યુના 31 વર્ષ પછી પણ તેમની પત્ની એકલવાયું જીવન જીવી રહી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે રેખા સાથેના સંબંધોને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ સાથે તેના પતિ વિનોદ મહેરાના અંગત જીવન વિશે પણ ઘણા રહસ્યો ખુલ્યા છે. વિનોદ મહેરાના ગયા પછી પણ કિરણે લગ્ન ન કર્યા, તેણે એકલા હાથે તેના બે બાળકો રોહન અને સોનિયાનો ઉછેર કર્યો અને તેમને સક્ષમ એટલા સક્ષમ બનાવ્યા કે તે બંને આજે ઈન્ડસ્ટ્રીમાં કલાકાર તરીકે પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે.

એક સવાલના જવાબમાં કિરણે પોતાના અને રેખા વચ્ચેના સંબંધ વિશે વાત કરતાં તેણે કહ્યું કે જે વ્યક્તિ તેના જીવનમાં અંત સુધી રહી તે રેખા હતી. તે અમારા માટે પરિવારના સભ્ય જેવી હતી અને હું હજુ પણ તેને મિત્ર તરીકે જોઉં છું. રેખા એક અદ્ભુત વ્યક્તિ છે. ખૂબ જ મીઠી અને ક્ષમાશીલ. તેણે અમારા લગ્નમાં પણ હાજરી આપી હતી. જો હું આજે તેને મળીશ તો હું તેને ગળે લગાવી લઈશ. હું તેની માતા અને બહેનોને ઓળખું છું. હું મારી તુલના એવી વ્યક્તિ સાથે કરી શકતી નથી જે ખૂબ જ ઉચ્ચ પદ ધરાવે છે.

આ વાતચીત દરમિયાન તેમને વિનોદ મહેરાના જીવનમાં આવનારી મહિલાઓ વિશે પૂછવામાં આવ્યું, જેના પર પણ કિરણે ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો અને કહ્યું કે તેણે મને પૂછ્યા વગર જ પોતાના વિશે બધું જ કહી દીધું. તેણે કહ્યું કે તે બધા લોકો તેના જીવનનો એક ભાગ છે પણ હવે તે મારી સાથે રહેવા માંગે છે. તે પછી મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો. હું તેની ગોપનીયતાનો આદર કરું છું. જ્યારે કોઈ પોતાના વિશે બધું જ કહેતો હોય તો પછી તેના તળિયે કેમ જવું.

આ પણ વાંચો –Lucknow: રક્ષાપ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ મિસાઈલ યુનિટનો શિલાન્યાસ કર્યો, કહ્યું ”એવી શક્તિ હોવી જોઈએ કે કોઈ નજર ઉઠાવીને પણ ન જુએ”

આ પણ વાંચો –IND vs SA: આફ્રિકાની બાદશાહત ખતમ કરવાનુ ટીમ ઇન્ડિયાનુ લક્ષ્ય, ફેન્સ બોલ્યા ‘કોહલી સેના તૈયાર, જીતેંગે આફ્રિકા અબ કી બાર’

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati