સાઉથ સ્ટાર વિજય થલાપતિને માથા અને હાથ પર થઈ ઈજા, જુઓ ફોટો

|

Apr 25, 2024 | 5:00 PM

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની અપકમિંગ ફિલ્મનું શુટિંગમાં સતત વ્યસ્ત છે.થલાપતિ ઈન્ડસ્ટ્રીથી દુર રહી પોતાનું સંપુર્ણ ધ્યાન રાજનીતિમાં આપી રહ્યો છે. આ દરમિયાન તેને ઈજા થઈ છે જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સાઉથ સ્ટાર વિજય થલાપતિને માથા અને હાથ પર થઈ ઈજા, જુઓ ફોટો

Follow us on

સાઉથ સ્ટાર વિજય થલાપતિ પોતાની ફિલ્મો દ્વારા ચાહકોનું મનોરંજન કરે છે.સુપરસ્ટારનો ચાહક વર્ગ ખુબ મોટો છે. પરંતુ હવે થલાપતિ વિજય પોતાની ફિલ્મ સફરને બ્રેક આપી રાજનીતિમાં પોતાનો સમય આપશે. પરંતુ આ વચ્ચે તેની સાથે જોડાયેલા એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેનાથી સૌ કોઈ પરેશાન છે. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેતાના હાથ અને માથામાં ઈજા જોવા મળી રહી છે.

 

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

 

અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું

થલાપતિ વિજય હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અભિનેતા તેની ફિલ્મ 2004ની હાઈ-ઓક્ટેન બ્લોકબસ્ટર ગિલીના નિર્માતાઓને પણ મળ્યો, જે તાજેતરમાં થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. નિર્માતાઓએ ફિલ્મ ફરી રિલીઝ થવાના ખાસ અવસર પર થલાપતિ વિજયને આમંત્રણ આપ્યું હતું. ફિલ્મને મળી રહેલા સારા એવા પ્રતિસાદને કારણે અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

હાથમાં ઈજાના નિશાન જોવા મળ્યા

વિજયને ફુલનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં સૌનું ધ્યાન તેના હાથ પર પડ્યું છે. હાથમાં ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. થલાપતિ વિજયને આ ઈજા ફિલ્મ GOATના શૂટિંગ દરમિયાન થઈ હતી.

 

 

 

એક ચાહકે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર લખ્યું થલાપતિ અન્નાના હાથમાં ઈજા થઈ છે. એક લખ્યું #GOATના શૂટિંગ દરમિયાન થલાપતિ વિજયના હાથમાં ઈજા જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ‘રામ’ બનવા માટે રણબીર કપૂરનું અનોખું ટ્રાન્સફોર્મેશન, 3 વર્ષથી કરી રહ્યો છે મહેનત

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article