અર્જુન રેડ્ડી સ્ટાર Vijay Devarkondaએ પોતાની માતાના જન્મ દિવસ પર ભેટ કરી દીધુ આખુ મલ્ટીપ્લેક્સ થિયેટર

વિજયે તેલુગુ સિનેમામાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે કરણ જોહરે તેને બોલીવુડમાં લોન્ચ કરવાની જવાબદારી લીધી છે. કરણના પ્રોડક્શનમાં બની રહેલી બહુભાષી ફિલ્મ લાઇગર સાથે વિજય હિન્દીભાષી પ્રેક્ષકો સુધી પહોંચશે.

અર્જુન રેડ્ડી સ્ટાર Vijay Devarkondaએ પોતાની માતાના જન્મ દિવસ પર ભેટ કરી દીધુ આખુ મલ્ટીપ્લેક્સ થિયેટર
Vijay Deverakonda gifts his mother a multiplex theatre on her birthday

જેએનએન અર્જુન રેડ્ડી (Arjun Reddy) સ્ટાર વિજય દેવેરાકોંડાએ (Vijay Devarkonda) તેની માતા માધવી દેવરકોંડાને (Madhvi Devarkonda) તેના જન્મદિવસ પર એવી રીતે ભેટ આપી છે કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. તમે પણ આ ગિફ્ટ વિશે સાંભળીને નવાઇ પામશો. તેની માતાના જન્મદિવસે વિજયે તેને એશિયન વિજય દેવેરકોંડા સિનેમાસ  (AVD) નામનું નવું મલ્ટિપ્લેક્સ થિયેટર ભેટમાં આપ્યું છે. તેલુગુ સ્ટારે આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે.

24 સપ્ટેમ્બરના રોજ વિજયે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી, જેમાં તેની માતા થિયેટરની વચ્ચે ઉભેલી જોવા મળી રહી છે. વિજયે હૈદરાબાદના મહબુબનગરમાં આ મલ્ટિપ્લેક્સ શરૂ કર્યું છે. માતાના જન્મદિવસે નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ લવ સ્ટોરીથી થિયેટરની શરૂઆત થઈ. વિજયે ફોટો સાથે લખ્યું – હેપ્પી બર્થ ડે મમ્મા. આ તામા માટે છે. જો તમે કસરત કરશો અને સ્વસ્થ રહેશો, તો હું વધુ મહેનત કરીશ અને તમને વધુ યાદો આપીશ.

વિજયે આ પહેલા 19 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ સમાચાર આપ્યા હતા. વિજયે વીડિયો સાથે ટ્વિટ કર્યું  ‘અભિનેતા બનવાના સ્વપ્નથી લઈને હવે મલ્ટિપ્લેક્સ સિનેમાનો માલિક… હું તમારી સાથે એશિયન વિજય દેવેરાકોંડા સિનેમાસ શેર કરી રહ્યો છું… પ્રથમ AVD 24 સપ્ટેમ્બરથી મહબુબનગરમાં ખુલશે.’

વિજયે તેલુગુ સિનેમામાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે કરણ જોહરે તેને બોલીવુડમાં લોન્ચ કરવાની જવાબદારી લીધી છે. કરણના પ્રોડક્શનમાં બની રહેલી બહુભાષી ફિલ્મ લાઇગર સાથે વિજય હિન્દી પ્રેક્ષકો સુધી પહોંચશે. જોકે,  બોલીવૂડમાં તેમનું નામ નવું નથી. શાહિદ કપૂરની સુપરહિટ ફિલ્મ કબીર સિંહ દ્વારા વિજય હિન્દી દર્શકો સુધી પહોંચ્યો છે. કબીર સિંહ વિજયની ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક હતી.

આ પણ વાંચો –

Akshay Kumar અને ટ્વિંકલ ખન્નાએ પુત્રી નિતારાના જન્મદિવસ પર શેર કરી ખાસ પોસ્ટ, એકએ લગાવી ગળે બીજાએ કપાળ પર કર્યું કિસ

આ પણ વાંચો –

ભારે કરી ! દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનું થયું બ્રેક અપ, 3 વર્ષ ચાલેલા આ રિલેશનશીપનું બ્રેકઅપનું કારણ હેરાન કરનારું

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 26 સપ્ટેમ્બર: નજીકના લોકો સાથે વિવાદ થઈ શકે, યુવાનોને નોકરી માટે તકો ઊભી થાય

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati