Sugandha Mishra અને શંકેત ભોસલેની હલ્દી સેરેમનીનો વીડિયો થયો વાયરલ, જુઓ મજેદાર ડાન્સ

|

Apr 29, 2021 | 7:11 PM

સુગંધા મિશ્રા અને શંકેત ભોસલેના લગ્ન થઈ ગયા છે. હવે શંકેત ભોસલેએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો તેમના લગ્ન પહેલા હલ્દી સેરેમનીનો છે.

Sugandha Mishra અને શંકેત ભોસલેની હલ્દી સેરેમનીનો વીડિયો થયો વાયરલ, જુઓ મજેદાર ડાન્સ
Sanket Bhosale & Sugandha Mishra

Follow us on

સુગંધા મિશ્રા અને શંકેત ભોસલેના લગ્ન થઈ ગયા છે. હવે શંકેત ભોસલેએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો તેમના લગ્ન પહેલા હલ્દી સેરેમનીનો છે. તેમાં સુગંધા મિશ્રા અને શંકેત ભોસલે જોરદાર ડાન્સ કરતા જોઇ શકાય છે. આ પ્રસંગે તેમના ખાસ મિત્રો અને પરિવારના સભ્યો પણ જોવા મળે છે. સુગંધા મિશ્રા અને શંકેત ભોસલે ભાંગડા કરતા જોવા મળે છે.

શંકેત ભોસલેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઘણી કોમેન્ટ અને લાઈક પણ મળી રહ્યા છે. બંનેનાં ચાહકો વીડિયો પર ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયો શેર કરતાં શંકેત ભોસલેએ લખ્યું છે કે, ‘જદો નાચે વિવાહ વાલા મુંડા’ વીડિયોમાં સુગંધા મિશ્રાએ પીળી રંગની સાડી પહેરી છે. તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બીજી તરફ, શંકેત ભોસલેએ સફેદ કલરનો કુર્તા અને પાયજામા પહેર્યો છે અને તે ખૂબ ખુશ દેખાઇ રહ્યો છે. તાજેતરમાં સુગંધા મિશ્રા અને શંકેત ભોસલેએ લગ્નના ફોટા શેર કર્યા હતા. સુગંધા મિશ્રાએ સુંદર લહેંગા પહેરી રાખ્યો હતો. તે જ સમયે, શંકેત ભોસલે શેરવાની પહેરેલા જોવા મળ્યા હતા.

 

સુગંધા મિશ્રાએ એમ પણ કહ્યું હતું કે હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે અને શંકેત ભોસલે તો એક ડૉક્ટર પણ છે. નોંધપાત્ર વાત એ છે કે સુગંધા મિશ્રા અને શંકેત ભોસલે બંને કોમેડિયન છે અને ટીવી પર ખૂબ જ લોકપ્રિય છે. તે હંમેશાં તેમની મિમિક્રીથી બધાને હસાવતા હોય છે. બંનેએ ઘણાં લોકપ્રિય શોમાં કામ કર્યું છે.

આ સિવાય બંનેએ એકબીજા સાથે કામ કરી ચુક્યા છે. બંનેની કેમિસ્ટ્રી જોવા જેવી છે. સુગંધા મિશ્રા અને શંકેત ભોસલે પણ તેમના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે જે એકદમ વાયરલ થતા હોઈ છે. બંનેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.

 

આ પણ વાંચો :- Sonu Soodએ લોન્ચ કરી ‘ફ્રી કોવિડ હેલ્પ’, ઘરે બેસીને કોરોના ટેસ્ટથી લઈને ડોકટરોની મેળવી શકાશે સલાહ

આ પણ વાંચો :- Irrfan Khan death anniversary: ‘જ્યારે જીવન તમારા હાથમાં લીંબુ પકડાવે છે, ઇરફાન ખાનનો આ સંદેશ સાંભળીને આજે પણ ભાવુક થઈ જાય છે ચાહકો

Next Article