Vicky Katrina Wedding : વિકી અને કેટરિના સામે લગ્ન પહેલા જ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે આખો મામલો?

|

Dec 07, 2021 | 12:06 PM

Vicky katrina Wedding :જ્યારે વિકી અને કેટરી(Katrina Kaif) ના તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીજી તરફ રાજસ્થાનના વકીલે દંપતી વિરુદ્ધ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં ફરિયાદ નોંધાવી છે.

Vicky Katrina Wedding : વિકી અને કેટરિના સામે લગ્ન પહેલા જ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે આખો મામલો?
vicky and katrina

Follow us on

Vicky katrina Wedding :વિકી કૌશલ (Vicky kaushal) અને કેટરીના કૈફ(Katrina Kaif) 9 ડિસેમ્બરે રાજસ્થાનના રોયલ ફોર્ટમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આજથી વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આજે કેટરીના અને વિકીની સંગીત સેરેમની છે. આ સાથે લગ્નમાં આવનાર મહેમાનોને એરપોર્ટ (Airport)પર સ્પોટ કરવામાં આવી રહ્યા છે.

જ્યારે વિકી અને કેટરીના તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીજી તરફ રાજસ્થાનના વકીલ (Rajasthan lawyer)નેત્રબિંદ સિંહ દંપતી વિરુદ્ધ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (District Legal Services Authority)માં ફરિયાદ નોંધાવી છે. વકીલે દંપતી વિરુદ્ધ ચોથા મંદિર પાસે 6 થી 12 ડિસેમ્બર સુધી રસ્તો બ્લોક કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.

એક અહેવાલ મુજબ, વકીલે કેટરિના કૈફ, વિકી કૌશલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ફરિયાદ મુજબ, હોટેલ સિક્સ સેન્સ મંદિરના માર્ગ પર પડે છે. હોટલના સંચાલકે જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ 6 થી 12 ડિસેમ્બર સુધી મંદિર તરફ જતો રસ્તો બંધ કરી દીધો છે. જેના કારણે હોટલ સિક્સ સેન્સથી મંદિર તરફ જતો રસ્તો લગ્નના કારણે આગામી છ દિવસ સુધી બંધ રહેશે તેમ ભક્તોને મંદિરે જવા માટે મુશ્કેલી પડી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિકી અને કેટરીના લગ્ન પછી ત્રિનેત્ર ગણેશ મંદિરની મુલાકાત લઈ શકે છે

સવાઈ માધોપુરના સ્થાનિક લોકોએ ભલામણ કરી છે કે પરિણીત યુગલે આશીર્વાદ લેવા માટે ગણેશ મંદિરની મુલાકાત લેવી જોઈએ. આ પ્રાચીન મંદિર સિક્સ સેન્સ બરવારા રિસોર્ટથી 32 કિલોમીટરના અંતરે છે. રિપોર્ટ અનુસાર લગ્નમાં 120 મહેમાનો આવી શકે છે. તેમના લગ્નમાં સંગીત, મહેંદી અને લગ્ન સમારંભની થીમ છે.

રિપોર્ટ અનુસાર બંનેના લગ્નની વિધિ પણ આજથી શરૂ થશે. વિકી અને કેટરીના હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાના છે. આ કપલે પોતાના ઘરે કોર્ટ મેરેજ પણ કરી લીધા છે. વિકી અને કેટરિનાના લગ્નમાં કોઈપણ મહેમાન કોઈપણ પ્રકારના ફોટો અને વીડિયો શેર કરી શકશે નહીં. મહેમાનોએ કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

આ પણ વાંચો : Madhya Pradesh: 8 વિદ્યાર્થીઓનાં ધર્માંતરણના આરોપ બાદ વિદિશાની મિશનરી સ્કૂલમાં તોડફોડ, દક્ષિણપંથી હિંદુ સંગઠન સામે કેસ ફાઈલ

Published On - 11:58 am, Tue, 7 December 21

Next Article