Usha Uthup Birthday Special: નવ વર્ષની ઉંમરમાં આપ્યું પહેલું પરફોર્મન્સ, આજે અનેક દેશી-વિદેશી ભાષામાં ગાઈ છે ગીત

પોપ ક્વીન ઉષા ઉથુપે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. આજે તેમના જન્મદિવસ પર અમે તમને જીવન વિશે જણાવીએ.

Usha Uthup Birthday Special: નવ વર્ષની ઉંમરમાં આપ્યું પહેલું પરફોર્મન્સ, આજે અનેક દેશી-વિદેશી ભાષામાં ગાઈ છે ગીત
singer usha uthup
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Nov 08, 2021 | 7:49 AM

બોલિવૂડની પોપ ક્વીન ઉષા ઉથુપ (pop singer usha uthup) આજે પોતાનો 74મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. તેમનો જન્મ 8 નવેમ્બર 1947ના રોજ મુંબઈમાં થયો હતો. ઉષા તેની ઉત્તમ ગાયકી માટે જાણીતી છે. તેણે આવા ઘણા ગીતો ગાયા છે જે આજે પણ લોકોની પ્લેલિસ્ટનો એક ભાગ છે. એક સમય હતો. ભારે અવાજને કારણે ઉષા ઉથુપને ક્લાસની બહાર કાઢી મુકવામાં આવતી હતી પરંતુ એ જ ભારે અવાજે ઉષા જીને ઓળખ આપી હતી. આવો જાણીએ જાણી-અજાણી વાતો.

ઉષાની ફિલ્મી કરિયરની શરૂઆત એકદમ અલગ હતી. ઉષાએ પોતાના કરિયરની શરૂઆત હોટલમાં ગીતો ગાઈને કરી હતી. તે પછી તે મુંબઈમાં ટોક ઓફ ધ ટાઉન અને કોલકાતામાં ટ્રિંકસ જેવી નાઈટક્લબમાં ગાયક તરીકે જતી હતી. ઉષાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મની જેમ થઈ હતી. દિલ્હીમાં એક પાર્ટીમાં ઉષા ગીત ગાઈ રહી હતી ત્યારે શશિ કપૂરની નજર તેના પર પડી અને તેનું નસીબ બદલાઈ ગયું. શશિ કપૂરે તેને પોતાની ફિલ્મમાં ગાવાની ઓફર કરી હતી.

ઉષાના અવાજથી પ્રભાવિત થઈને શશિ કપૂરે તેમને ફિલ્મોમાં ગીતો ગાવાની ઓફર કરી હતી. ઉષા ઉથુપે ફિલ્મમાં હરે રામા હરે કૃષ્ણ ગીતથી ડેબ્યુ કર્યું હતું. આ પછી ઉષા ઉથુપે આશા ભોસલે સાથે પ્રખ્યાત ગીત ગાયું જેનું નામ હતું દમ મારો દમ. આ ગીતની અંગ્રેજી પંક્તિઓ ઉષા ઉથુપે ગાયું અને ત્યારથી બોલીવુડે તેની નોંધ લેવાનું શરૂ કર્યું.

ઉષા ઉથુપને કાંજીવરમ સાડી અને કપાળ પર મોટી ગોળ બિંદી પહેરવાનો ખૂબ શોખ છે. તેણે આ ટ્રેન્ડને ઘણા વર્ષો સુધી જાળવી રાખ્યો હતો. જો કે બોલિવૂડમાં પોતાનું સ્થાન હાંસલ કર્યા પછી તેણે તેના લૂકમાં થોડો ફેરફાર કર્યો હતો પરંતુ તેની જૂનો અંદાજ મુક્યો ના હતો.

ઉષા ઉથુપ કહે છે કે તેને લાઈવ પર્ફોર્મન્સ વધુ ગમે છે. મુંબઈમાં જન્મેલી ઉષા ઉથુપ તમિલ બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ભારે અવાજ હોવાને કારણે ઉષાને ઘણી વાર તકો ન મળી પરંતુ તેણે ક્યારેય હાર માની નહીં અને આજે તે એવા સ્થાને પહોંચી ગઈ છે કે તેને કોઈ ઓળખની જરૂર નથી.

ઉષા માત્ર હિન્દી અને અંગ્રેજીમાં જ નહીં પરંતુ 16 ભારતીય ભાષાઓમાં ગીતો ગાવાનું જાણે છે. જેમાં ગુજરાતી, મરાઠી, કોંકણી, ડોગરી, ખાસી, સિંધી અને ઓડિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તે સ્પેનિશ, ફ્રેન્ચ, જર્મન, સિંહાલી અને રશિયન સહિત વિદેશી ભાષાઓમાં પણ ગાય છે.

નાનપણથી જ ઉષા સંગીતના વાતાવરણમાં છે, તેથી તેને સંગીતની ગંભીર સમજ છે. તેણે 1969માં નવ વર્ષની વયે ચેન્નાઈમાં પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. હાલમાં ઉષા તેના પરિવાર સાથે કોલકાતામાં રહે છે. તેણીના પરિવારમાં તેના પતિ જોની ઉથુપ, પુત્ર સની અને પુત્રી અંજલી છે.

ઉષા ઉથપે સિત્તેરના દાયકાથી ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું હતું. તેને એક દો તીન ચા ચા ગીતોમાં સફળતા મળી. તે પછી તેણે હિન્દી ફિલ્મોમાં ઘણા શાનદાર ગીતો ગાયા. તે સમય દરમિયાન તેણે હિન્દી સિનેમાના પીઢ સંગીત નિર્દેશકો આરડી બર્મન અને બપ્પી લાહિરી સાથે ઘણા હિટ ગીતો ગાયા છે.

આરડી બર્મન અને બપ્પી લાહિરી સાથે ઉષાની સારી જુગલબંધી હતી.  આ સિવાય તેણે વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાત ખૂન માફમાં રેખા ભારદ્વાજ સાથે ગાયેલા ગીત ‘ડાર્લિંગ’માં પણ ઘણી ચર્ચામાંઆવી હતી. ઉથુપે દુનિયાના દરેક મોટા શહેરોમાં પોતાનું પરફોર્મન્સ આપ્યું છે.

આ પણ વાંચો : Naagin 6 : એકતા કપૂરે નાગિન સિઝન 6ની કરી જાહેરાત, આ તારીખથી શરૂ થશે નવો શો

આ પણ વાંચો : Earthquake: આંદામાન અને નિકોબાર અને પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા, 4.3ની તીવ્રતા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati