Viral : યૂઝર્સે ટોની કક્કરને કહ્યું,’તમારા ગીત સાંભળું એનાથી સારું હું ઝેર ખાઈને મરી જાવ’, સિંગરે આપ્યો શાનદાર જવાબ

|

Sep 12, 2021 | 4:01 PM

તાજેતરમાં ટોની કક્કરનું નવું પાર્ટી સોંગ 'કાંટા લગા' રિલીઝ (Realease)થયુ છે, ત્યારે એક યુઝર્સ આ સોંગ પર એવી કોમેન્ટ કરી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

Viral : યૂઝર્સે ટોની કક્કરને કહ્યું,તમારા ગીત સાંભળું એનાથી સારું હું ઝેર ખાઈને મરી જાવ, સિંગરે આપ્યો શાનદાર જવાબ
Tony Kakkar (File Photo)

Follow us on

Viral: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક સેલેબ્રિટી ટ્રોલ (Trolls) થતા હોય છે, ત્યારે તાજેતરમાં ટોની કક્કરને નવા સોંગને લઈને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, જેમાં એક યુઝર્સ (Users) સોશિયલ મીડિયા પર આ સોંગ વિશે કમેન્ટ કરી છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પાર્ટી સોંગ ‘કાંટા લગા’ને પ્રેક્ષકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો

તાજેતરમાં ટોનીનું નવું પાર્ટી સોંગ ‘કાંટા લગા’ રિલીઝ થયું છે. આ સોંગમાં ટોની સાથે હની સિંહ અને નેહા કક્કરે (Neha Kakkar) પણ અવાજ આપ્યો છે. આ સોંગમાં નેહા કક્કર અને ટોની કક્કરની રસપ્રદ જુગલબંધી જોવા મળી હતી. આ સોંગને હાલ પ્રેક્ષકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પાર્ટી સોંગ ‘કાંટા લગા’નું નિર્દેશન મોહિત ગુલાટીએ(Mohit Gulati) કર્યું છે, જ્યારે ટોની કક્કરે આ ગીતના શબ્દો લખ્યા છે.

 

યુઝર્સની કમેન્ટ પર સિંગરે આપ્યો શાનદાર જવાબ

સોંગ રિલીઝ થતાં જ યુઝર્સ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ (Reaction) આપી રહ્યા છે, જેમાં કોઈને ટોનીનું આ ગીત ખૂબ જ સારું લાગ્યું અને કોઈને તો આ સોંગ સંપૂર્ણ રીતે બકવાસ લાગ્યું. ત્યારે ટ્વીટર પર એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે તમારા ગીતો સાંભળવા કરતાં વધુ સારું એ છે કે હું ઝેર ખાઈને મરી જઉ.

 

ત્યારે સિંગર ટોની ક્કકરે આ કમેન્ટ પર જવાબ આપતા લખ્યુ કે “તમે મરો નહીં, ક્યારેય મારા ગીતો સાંભળો નહીં. તમારું જીવન ખૂબ જ કિંમતી છે, વધુમાં લખ્યુ કે 100 ટોની કક્કર આવશે અને જશે. હું ઈચ્છું છું તમને મારી ઉંમર લાગી જાય.”

 

સિંગરે આ રીતે આપી પ્રતિક્રિયા

 

જાણો યુઝર્સની ઈચ્છા શું છે ?

સિંગર ટોની કક્કરે યુઝર્સની કોમેન્ટ પર જવાબ આપ્યો. ત્યારે ફરીથી આ યુઝર્સે (Users) લખ્યુ કે “હું પ્રેમને સંબંધિત ઘણા ગીતો બનાવુ છુ, પરંતુ તમે માત્ર ડાન્સને લઈને જ ગીતો બનાવો છો, તેથી મારી ઈચ્છા છે કે તમે પણ પ્રેમને લઈને ગીતો બનાવો. વધુમાં લખ્યુ કે તમે સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છુ.”

 

 

આ પણ વાંચો: વર્ષો બાદ શાનદાર કલાકાર એકસાથે: આ ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, ડેની, બમણ ઈરાની અને અનુપમ ખેર

 

આ પણ વાંચો:  Bell Bottom: અક્ષય કુમારની ‘બેલ બોટમ’ એમેઝોન પ્રાઇમ પર મળશે જોવા, આ તારીખે થશે સ્ટ્રીમિંગ

Next Article