AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉર્વશી રૌતેલાની ઇઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે ખાસ મુલાકાત, ભેટમાં આપી ‘ભગવદ ગીતા’

ઉર્વશીએ 2015 માં ભારત તરફથી મિસ યુનિવર્સ સ્પર્ધાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને હવે તે ફરીથી આ પ્લેટફોર્મ પર જજ તરીકે પાછી આવી છે.

ઉર્વશી રૌતેલાની ઇઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે ખાસ મુલાકાત, ભેટમાં આપી 'ભગવદ ગીતા'
Urvashi Rautela and Benjamin Netanyahu
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 4:09 PM
Share

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલમાં જ ઈઝરાયેલ (Israel) ગઈ હતી. ત્યાં તે ઈઝરાયેલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને (Benjamin Netanyahu) પણ મળી હતી. આ મીટિંગમાં ઉર્વશીએ બેન્જામિન નેતન્યાહુને ભારત તરફથી એક યાદગાર ભેટ આપી હતી. તેણે પૂર્વ વડાપ્રધાનને ‘ભગવદ ગીતા’ અર્પણ કરી હતી. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી છે. આ સાથે તેણે બેન્જામિન નેતન્યાહુ સાથેની તસવીર પણ શેર કરી છે.

તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતા ઉર્વશીએ લખ્યું, ‘મને અને મારા પરિવારને આમંત્રણ આપવા બદલ ઈઝરાયેલના પૂર્વ વડાપ્રધાનનો આભાર. #RoyalWelcome.’ ભેટનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું, ‘મારી ભગવદ ગીતા: જ્યારે હૃદયમાંથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને ભેટ આપવામાં આવે છે અને તેના બદલામાં બીજું કશું અપેક્ષિત નથી, તો તે ભેટ હંમેશા શુદ્ધ હોય છે.’

અભિનેત્રીએ જણાવ્યું કે આ મીટિંગમાં બંનેએ એકબીજાને પોતાના દેશની રાષ્ટ્રભાષા પણ શીખવી. ઉર્વશીની ઇઝરાયલની મુલાકાત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા, મિસ યુનિવર્સ 2021ના સંદર્ભમાં હતી. તેને આ સૌંદર્ય સ્પર્ધામાં જ્યુરી સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઉર્વશીએ 2015 માં ભારત તરફથી મિસ યુનિવર્સ સ્પર્ધાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને હવે તે ફરીથી આ પ્લેટફોર્મ પર જજ તરીકે પાછી આવી છે.

આ પણ વાંચો –

ખેડૂતોએ ડીસેમ્બર માસમાં વરિયાળી, જીરું, ઘાણા, મેથી, સુવા અને અજમો જેવા મરીમસાલાના પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો –

Saryu Canal National Project: ”ભારત શોકમાં છે, પરંતુ પીડા સાથે આગળ વધશે” CDS બિપિન રાવતના નિધન પર વડાપ્રધાન મોદીનું નિવેદન

આ પણ વાંચો –

AHMEDABAD : ”ગુજરાતની ગાથા લખાશે તો પાટીદાર સમાજનું નામ સુવર્ણ અક્ષરે લખાશે”,ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં અમિત શાહનું નિવેદન

g clip-path="url(#clip0_868_265)">