Priyanka Chopra સમજીને યુઝરે ખોટી સેલિબ્રિટીને પૂછી લીધું, શું નિક સાથે થઈ રહ્યા છે છૂટાછેડા?

|

Feb 28, 2021 | 7:21 PM

બોલિવૂડ અને હોલિવૂડમાં ફેમસ પ્રિયંકા ચોપડા અને નિક જોનસની જોડી ખૂબ સારી છે. જો કે કેટલાક લોકો તેમના વચ્ચેના ઉંમર ભેદને લઈને મજાક ઉડાવતા હોય છે.

Priyanka Chopra સમજીને યુઝરે ખોટી સેલિબ્રિટીને પૂછી લીધું, શું નિક સાથે થઈ રહ્યા છે છૂટાછેડા?

Follow us on

બોલિવૂડ અને હોલિવૂડમાં ફેમસ પ્રિયંકા ચોપડા અને નિક જોનસની જોડી ખૂબ સારી છે. જો કે કેટલાક લોકો તેમના વચ્ચેના ઉંમર ભેદને લઈને મજાક ઉડાવતા હોય છે. પરંતુ પતિ-પત્નીની આ જોડી દરેક ટ્રોલ્સના નજરઅંદાજ કરીને એકબીજાનો સાથ આપે છે. તાજેતરમાં જ તે એક યુઝરને પ્રેમિકાને પૂછવું હતું કે નિક સાથે ક્યારે તલાક લઈ રહી છે? પરંતુ આ યુઝરે આ સવાલ ખોટી વ્યક્તિને કરી દીધો.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જમીલાને સમજી બેઠો પ્રિયંકા

એક યુઝર બ્રિટિશ અભિનેત્રી જમીલા જમીલને પ્રિયંકા ચોપરા સમજી બેઠો. તેણે જમીલા જમીલને ટેગ કરીને તેના અને નિક જોનાસના છૂટાછેડા પર સવાલ કર્યો. બ્રિટીશ અભિનેત્રી અને પ્રિયંકા ચોપડાએ આ સવાલ પર પ્રતિક્રિયા આપી છે. આ પોસ્ટ પર જમીલા જમીલ અને પ્રિયંકા ચોપડાની પ્રતિક્રિયા એકદમ કમાલની છે.

 

 

પ્રિયંકાએ આપ્યો જવાબ

યુઝરે પૂછ્યું,’નિક જોનાસ અને જમીલા જમીલ છૂટાછેડા થઈ રહ્યા છે?’ આ તરફ જમીલા જમીલે જવાબ આપતા લખ્યું કે, “એક સંપૂર્ણપણે અલગ ભારતીય મહિલા પ્રિયંકા ચોપરા જે મારા જેવી જરાય લાગતી નથી, હું માનું છું કે તેઓ સાથે ખૂબ ખુશ છે.” તે જ સમયે બ્રિટીશ અભિનેત્રીના ટ્વીટ પર પ્રિયંકા ચોપડાએ જવાબ આપ્યો, ‘લોલ!’ અને આખી વાત પર હસી નાખ્યું હતું.

 

 

પ્રિયંકા અહીં જોવા મળશે

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો પ્રિયંકા ચોપડા હાલમાં લંડનમાં છે. ત્યાં તે રુસો બ્રધર્સના નિર્દેશનમાં ‘સિટાડેલ’નું (Citadel) શૂટિંગ કરી રહી છે. પ્રિયંકા ચોપડાએ હાલમાં જ ‘ટેક્સ્ટ ફોર યુ’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે જ સમયે જમીલા જમીલ ફિલ્મ ‘મેરી મી’માં જોવા મળશે.

 

આ પણ વાંચો: So Expensive: બ્લુ રંગની સાડીમાં માધુરીનો દેખાયો અનોખો અંદાજ, સાડીની કિંમત તમને આશ્ચર્યચકિત કરશે

Next Article