AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Exclusive: કરણ મહેરાએ ખૂલાસો આપતા પત્ની નિશા રાવલને કહી ‘બેવફા’ કરણે કહ્યું ’11 મહિનાથી પારકો પુરૂષ રહે છે મારા ઘરમાં’

હાલમાં જ કરણ મહેરાની (Karan mehra) પત્ની નિશા રાવલે લગાવેલા આરોપો ફગાવી દીધા હતા અને પત્ની નિશા પર દગાબાજીનો આરોપ લગાવ્યો હતો. કરણ મહેરા પર તેની પત્નીએ ગંભીર આરોપ લગાડ્યા હતા. કરણે તે સમયે ચૂપ રહેવાનો નિર્ણય કર્યો હતો,

TV9 Exclusive: કરણ મહેરાએ ખૂલાસો આપતા પત્ની નિશા રાવલને કહી 'બેવફા' કરણે કહ્યું '11 મહિનાથી પારકો પુરૂષ રહે છે મારા ઘરમાં'
karan mehra Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 12:33 PM
Share

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai)થી જાણીતો થયેલો કલાકાર કરણ મહેરા અંગત જીવનમાં ઘણી પરેશાનીઓમાંથી પસાર થઈ રહ્યો છે. કરણ મહેરા પર તેની પત્નીએ ગંભીર આરોપ (Alligation) લગાડ્યા હતા. કરણે તે સમયે ચૂપ રહેવાનો નિર્ણય કર્યો હતો, પંરતુ હવે કરણે મૌન તોડ્યું છે અને પોતાના પર લાગેલા બધા આરોપ ફગાવી દીધા છે તો તેણે પત્ની નિશા પર દગાબાજીનો આરોપ પણ લગાવ્યો છે. કરણે કહ્યું છે કે નિશાએ કેટલીક બાબતો સ્વીકારી છે, જ્યારે આ અંગે તે લોકોને કહેતો હતો, પંરતુ લોકો તેની વાત સાચી માનતા નહોતા. કરણે કહ્યું કે તેની પત્નીએ તેને દગો આપ્યો છે એટલું જ નહીં, તેના ઘરમાં 11 મહિનાથી પારકો પુરૂષ રહે છે. હાલમાં જ કરણ મહેરાની (Karan mehra) પત્ની નિશા રાવલે લગાવેલા આરોપો ફગાવી દીધા હતા અને પત્ની નિશા પર દગાબાજીનો આરોપ લગાવ્યો હતો. કરણ મહેરા પર તેની પત્નીએ ગંભીર આરોપ લગાડ્યા હતા. કરણે તે સમયે ચૂપ રહેવાનો નિર્ણય કર્યો હતો,

11 મહિનાથી બીજો શખ્સ મારા ઘરમાં ઘૂસેલો છેઃ કરણ મહેરા

હાલમાં જ કલાકાર કરણ મહેરાએ ટીવી9ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે પત્નીએ તેના અફેરની વાત સ્વીકારી છે તેનું અફેર હોવા છતાં મે તેને ઘરમાં આવવા દીધી હતી. અમે ફરીથી નવી શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેમ છતાં બાજી બગડી. આથી સ્પષ્ટ થાય છે કે કોના મનમાં શું છે. આજે પણ એક પારકો પુરૂષ મારા ઘરમાં રહે છે. તે પોતાના બાળકો અને પત્નીને મૂકીને મારા ઘરમાં રહે છે. આ બાબતો લોકો જોઈ રહ્યા છે એવામાં હું મારી લડાઈ જાતે જ લડી રહ્યો છું.

કરણ મહેરાઃ મારો બિઝનેસ પણ પચાવી પાડયો

કરણે આગળ કહ્યું કે આ લડાઈ હું લડતો રહીશ અને તેની બેવફાઈ સાબિત કરીને રહીશ. તે બંનેએ મળીને મને મારા ઘરમાંથી કાઢ્યો, મારી 20 વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું અને મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ત્યાં સુધી કે મારો બિઝનેસ પણ પડાવી લીધો. આ બધી પરિસ્થિતિમાંથી હું પસાર થઉં છું અને હજી સુધી મક્કમ થઈને ઉભો છું અને પરિસ્થિતિનો મજબૂતીથી સામનો કરી રહ્યો છું.

g clip-path="url(#clip0_868_265)">