તારક મહેતાના ‘નટ્ટુ કાકા’ની તબિયત પર ટ્રોલર્સે ઉડાવી મજાક, અભિનેતાએ આપ્યો કંઈક આવો જવાબ

છેલ્લા કેટલાક દિવસોમાં નટ્ટુ કાકા સોશિયલ મીડિયાની દુનિયામાં ટ્રેન્ડ થયા છે. પરંતુ ખોટા કારણોસર. કેટલાક લોકોએ એમને ટ્રોલ કર્યા હતા.

  • Publish Date - 7:50 pm, Sun, 7 February 21 Edited By: Utpal Patel
તારક મહેતાના 'નટ્ટુ કાકા'ની તબિયત પર ટ્રોલર્સે ઉડાવી મજાક, અભિનેતાએ આપ્યો કંઈક આવો જવાબ
નટુ કાકા

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક શોમાં પરત ફર્યા છે. તેઓએ ડિસેમ્બરથી ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે અને થોડા દિવસ પહેલા જ એક એપિસોડમાં ઘણા સમય બાદ જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

છેલ્લા કેટલાક દિવસોમાં નટ્ટુ કાકા સોશિયલ મીડિયાની દુનિયામાં ટ્રેન્ડ થયા છે. પરંતુ ખોટા કારણોસર. કેટલાક લોકોએ એમને ટ્રોલ કર્યા હતા. અને તેમની માંદગીની મજાક ઉડાવી હતી. તેમજ તેમના ડ્રેસિંગ સેન્સ પર પણ ટિપ્પણી કરી હતી. પ્રથમ વખત નટ્ટુ કાકાએ આ ટ્રોલિંગનો જવાબ આપ્યો છે. તેમણે તમામ ટ્રોલને સલાહ આપી છે કે તેઓ વરિષ્ઠ કલાકારોનો આદર કરતા શીખે.

ટ્રોલર્સને આપ્યો કંઈક આવો જવાબ

એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે કેટલાક લોકો સિનિયર કલાકારો પ્રત્યે અસંવેદનશીલ છે. અને ઘણી નકારાત્મકતા ફેલાવે છે. કેટલાક લોકો મારા ડ્રેસિંગ સેન્સ પર પણ કોમેન્ટ કરે છે. જેમણે જીવનમાં કંઈ કર્યું ના હોય તેવા લોકો આવું બધું કરતા રહેતા હોય છે. સાથે જ ઘનશ્યામ નાયકે તેમના સ્વાસ્થ્ય વિશે પણ સમજાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ હવે કેન્સર મુક્ત છે અને શૂટિંગ માટે પણ તૈયાર છે. નટુ કાકાએ કહ્યું કે – દરેકને વૃદ્ધ થવાનું જ છે. દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક બીમારીથી પીડાય છે. ભગવાનના આશીર્વાદને કારણે હું હવે કેન્સર મુક્ત છું. હું તારક મહેતાનો ભાગ બની રહીશ. પરિવાર અને અસિત કુમારે મુશ્કેલ સમયમાં સાથ આપ્યો.

ફરી શરુ કર્યું શૂટિંગ

કોરોનાની મહામારી વચ્ચે ખરાબ તબિયતના કારણે તારક મહેતાના નિર્માતાઓએ ઘનશ્યામ નાયકને શૂટિંગ કરવાની મંજૂરી આપી ન હતી. અભિનેતા તરફથી ઘણી અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતા ના પાડી દેવામાં આવી હતી. હવે અભિનેતા ઘનશ્યામ નાયકે ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે. તેઓ હજુ એટલા સક્રિય નથી. તેમના દ્રશ્યો ખૂબ મર્યાદિત હોય છે અને તે થોડાક જ એપિસોડમાં દેખાય છે. આવી સ્થિતિમાં નટ્ટુ કાકાના ફેન્સ પણ તેમને ફરીથી જુના રૂપમાં જોવા માંગે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati