વિવાદોમાં ફસાઈ Payal Rohatgi, પુણે પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે આખો મામલો ?
અભિનેત્રી પાયલ રોહતગીનો વિવાદો સાથે લાંબો સંબંધ છે, તે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેની છબીને કારણે તે ધણીવાર નિશાના પર પણ રહે છે.
પ્રખ્યાત અભિનેત્રી પાયલ રોહતગી ફરી એકવાર વિવાદોમાં ફસાઈ છે. અભિનેત્રી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પુણે પોલીસે (Pune Police) અભિનેત્રી પાયલ રોહતગી (Payal Rohatgi) સામે કેસ નોંધ્યો છે. અભિનેત્રી પર હવે આરોપ છે કે સોશિયલ મીડિયા પર તેને એક વીડિયો શેર કરીને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પરિવારને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી છે.
આ પહેલી વાર નથી જ્યારે પાયલ રોહતગી વિવાદોમાં ફસાઈ હોય, તે ઘણી વખત વિવાદાસ્પદ ટિપ્પણી કરીને નિશાનાં પર આવી ગઈ છે. હવે પોલીસે વીડિયો બનાવવા બદલ પાયલ રોહતગી સાથે સાથે એક અન્ય અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
જાણો શું છે આખી વાત
તમને જણાવી દઈએ કે અભિનેત્રી વિરુદ્ધ 153 (A), 500, IPC ની ધારા 505 (2) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રી પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરુદ્ધ કથિત રીતે આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
A case has been registered against actress Payal Rohatgi (in file pic) in Pune for allegedly using objectionable words against Mahatma Gandhi, Jawaharlal Nehru, Indira Gandhi & Rajiv Gandhi in a video shared on social media, under sections 153 (a), 500, 505(2) and 34 of IPC pic.twitter.com/6PICoD2sNm
— ANI (@ANI) September 1, 2021
જણાવી દઈએ કે અભિનેત્રી વિરુદ્ધ પોલીસને મળેલી ફરિયાદમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી પાયલ રોહતગીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને તેમના પરિવાર વિરુદ્ધ અપમાનજનક વીડિયો બનાવ્યો છે.
એટલું જ નહીં, અભિનેત્રીએ આ વીડિયોને બનાવીને સોશિયલ મીડિયા પર પણ ફરતો કર્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવ્યો છે તેમાં આવી ઘણી વસ્તુઓ છે, જે બે સમુદાયો વચ્ચે નફરત પેદા કરી શકે છે.
આ પહેલી વાર નથી જ્યારે પાયલે ગાંધી પરિવાર વિરુદ્ધ કંઇક કહ્યું હોય. તમને જણાવી દઈએ કે અગાઉ 2019 માં પણ મોતીલાલ નેહરુનાં પરિવાર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ રાજસ્થાન પોલીસે તેની સામે કેસ નોંધ્યો હતો.
તમને જણાવી દઈએ કે પાયલ રોહતગીએ વર્ષ 2002 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યહ ક્યા હો રહા હૈ’થી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી, તે વર્ષ 2006 માં 36 ચાઇના ટાઉનમાં પણ જોવા મળી હતી. ચાહકોએ પાયલને બિગ બોસમાં પણ જોઈ છે.
આ પણ વાંચો :- Kiara Advaniના ટોપલેસ ફોટોશૂટ પર ડબ્બુ રતનાનીનો ખુલાસો, જાણીને ચાહકો પણ થઈ જશે હેરાન
આ પણ વાંચો :- Bharti Singhને ફોટોગ્રાફર્સે પૂછ્યું અમે મામા ક્યારે બનીશું? કોમેડિયને એવો જવાબ આપ્યો કે સાંભળીને પતિને પણ આવશે શરમ