AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : 51માં જન્મદિવસે ચર્ચામાં આવ્યા પ્રિન્સ મહેશ બાબુ, જાણો કેમ કહ્યું હતું ‘બોલિવૂડ મને અફોર્ડ નહીં કરી શકે’ !

સાઉથનો સુપરસ્ટાર અને પ્રિન્સ તરીકે ઓળખાતા મહેશ બાબુ આજે 09 ઓગસ્ટના રોજ પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસરે જાણો તેની ફિલ્મી સફર, સુપરહિટ ફિલ્મો અને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે.

Mahesh Babu : 51માં જન્મદિવસે ચર્ચામાં આવ્યા પ્રિન્સ મહેશ બાબુ, જાણો કેમ કહ્યું હતું 'બોલિવૂડ મને અફોર્ડ નહીં કરી શકે' !
Mahesh Babu Tollywood Prince BirthdayImage Credit source: X
| Updated on: Aug 09, 2026 | 10:57 AM
Share

તેલુગુ સિનેમાનો સુપરસ્ટાર અને ટોલીવુડનો રાજકુમાર મહેશ બાબુ આજે 09 ઓગસ્ટના દિવસે તેનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સાઉથના સિનેમામાં તેની લોકપ્રિયતા અને કદનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દર્શકો તેને માત્ર એક અભિનેતા જ નહીં પરંતુ ભગવાન પણ માને છે. ચાર વર્ષની નાની ઉંમરે જ તે બાળ કલાકાર તરીકે કામ કરી ચુક્યો છે. મહેશ બાબુ આજે તેલુગુ સિનેમાનો સૌથી મોંઘો અભિનેતાઓમાંનો એક માનવામાં આવે છે. તે અસંખ્ય હિટ ફિલ્મો આપી છે. સાથે તેને અનેક રાષ્ટ્રીય અને રાજ્ય પુરસ્કારો પણ મળ્યા છે.

ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે મહેશ બાબુ

મહેશ બાબુના પિતા, કૃષ્ણા તેલુગુ સિનેમાના જાણીતા અભિનેતા હતા. તેથી મહેશ બાબુ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. પારિવારિક વાતાવરણને કારણે મહેશ બાબુએ ખૂબ જ નાની ઉંમરે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. 1979માં આવેલી ફિલ્મ નીડાથી તે બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ લગભગ એક દાયકા સુધી તે અનેક ફિલ્મોમાં કામ કર્યું.

પ્રીતિ ઝિન્ટા સાથે ડેબ્યૂ અને મોટા પડદા પર છવાયો

મુખ્ય અભિનેતા તરીકે મહેશ બાબુની શરૂઆત 1999માં આવેલી ફિલ્મ પ્રિન્સ નંબર 1થી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. મહેશ બાબુને આ ફિલ્મ માટે બેસ્ટ મેલ ડેબ્યૂનો નંદી એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ રાઉડી ચીતા અને ધ વન જેવી ફિલ્મોએ તેની કારકિર્દીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી.

ડાયલોગ્સ ગોખીને આપી અનેક સુપરહિટ ફિલ્મો

મહેશ બાબુના જીવનનો એક રસપ્રદ કિસ્સો એ છે કે તેલુગુ પરિવારમાં જન્મ હોવા છતાં શરૂઆતમાં તેલુગુ ભાષા બોલતો નહોતો. તેની શરૂઆતની ફિલ્મોમાં તે ડાયલોગ્સ ગોખીને યાદ રાખતો હતો. આમ છતાં તે ટપોરી વોન્ટેડ, ધ રિયલ ટાઇગર, મહર્ષિ અને ગુન્ટૂર કારમ જેવી અનેક હીટ ફિલ્મો આપી છે. આજે પરિસ્થિતિ એવી છે કે મહેશ બાબુની ફિલ્મ રિલીઝ થતાં જ સિનેમાઘરોની બહાર ચાહકોમાં ઉત્સાહ જોવા મળે છે.

નમ્રતા સાથે લગ્ન કરવાની શરત અને બોલીવુડથી દૂરી

મહેશ બાબુની લવ સ્ટોરી પણ ચર્ચિત છે. ફિલ્મ વંશીના સેટ પર તેની મુલાકાત અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે થઈ હતી. લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2005માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં મહેશ બાબુએ નમ્રતા સામે શરત મૂકી હતી કે તે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરશે. નમ્રતાએ આ શરતને સ્વીકારી હતી. બીજી તરફ, જ્યારે મહેશ બાબુને બોલિવૂડમાં કામ કરવા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તે સ્પષ્ટ કહ્યું હતું કે બોલિવૂડ તેને અફોર્ડ કરી શકે તેમ નથી. તેના આ નિવેદન બાદ તે ઘણી ચર્ચાઓમાં આવ્યો હતો. હાલમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ વારાણસીમાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા સાથે કામ કરી રહ્યો છે. આ જોડીને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૂત્રો અનુસાર, ફિલ્મ તેની નિર્ધારિત તારીખ 7 એપ્રિલ, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે.

આ પણ વાંચો, ઉજડતા-ઉજડતા બચ્યું CM વિજય થલાપતિનું ઘર ! આ વ્યક્તિના કહેવાથી પત્નીએ પાછી ખેંચી છૂટાછેડાની અરજી

Follow Us
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
g clip-path="url(#clip0_868_265)">