TMKOC Spoiler : ગોકુલધામના લોકોને મળ્યું મજેદાર સરપ્રાઈઝ, જોઈને બધાની આંખો ફાટી ગઈ

|

Apr 21, 2021 | 4:44 PM

છેલ્લા કેટલાક દિવસોથી, બધા ગોકુલધામ રહેવાસીઓ અનુમાન કરી રહ્યા હતા કે અસિત મોદી (Asit Modi) શું સરપ્રાઈઝ આપવાના છે. અસિત મોદી પોતે આ સરપ્રાઈઝ સાથે ગોકુલધામ પહોંચ્યા છે.

TMKOC Spoiler : ગોકુલધામના લોકોને મળ્યું મજેદાર સરપ્રાઈઝ, જોઈને બધાની આંખો ફાટી ગઈ
Taarak Mehta Ka Ooltah Chashmah

Follow us on

પ્રખ્યાત ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોકુલધામ સોસાયટીના લોકોને શોના નિર્માતા અસિતકુમાર મોદી તરફથી એક સરપ્રાઈઝ મળી છે. અસિત કુમાર મોદી ખુદ સરપ્રાઈઝ સાથે ગોકુલધામ પહોંચ્યા. છેલ્લા કેટલાક દિવસોથી, બધા ગોકુલધામના રહેવાસી અસિત મોદી શું સરપ્રાઈઝ દેશે, તેનુ અનુમાન લગાવી રહ્યા હતા. હવે આગામી એપિસોડમાં, તમે જોશો કે અસિત મોદી તેમના સરપ્રાઈઝ સાથે ગોકુલધામ સોસાયટીમાં એન્ટ્રી કરી દીધી છે.

ગોકુલધામ સોસાયટીના સભ્યો માટે, અસિત મોદી તેમનું એનિમેટેડ રુપ લઈને પહોચે છે. આ સમય દરમિયાન, અસિત મોદીએ દરેકને પોતાનું એનિમેટેડ સંસ્કરણ બતાવ્યું જ નહીં, પણ ગોકુલધામ પરિવાર પર આધારિત એનિમેટેડ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો પરિચય પણ કરાવ્યો. બધા સભ્યો આ જોઈને ખુશ છે. ચાલો તમને જણાવી દઈએ કે તારક મેહતા કા છોટા ચશ્મા 19 એપ્રિલથી સોની યે ચેનલ પર પ્રસારિત થઈ ગયો છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જેઠાલાલ પણ છે ખૂબ ઉત્સુક

અસિત મોદીએ કહ્યું, ‘તારક મહેતા કા છોટા ચશ્મા એ બધા બાળકો માટે ભેટ છે, જે તેમના પ્રિય તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના એનિમેટેડ પાત્રો સાથે ગોકુલધામ સોસાયટીની કાલ્પનિક દુનિયાનો આનંદ માણશે. ઉપરાંત, આખો પરિવાર સાથે મળીને તેનો આનંદ માણી શકશે. આ અંગે ખુશી વ્યક્ત કરતાં જેઠાલાલે કહ્યું કે, હું જેઠાલાલનું એનિમેટેડ પાત્ર જોવા માટે ખૂબ જ ઉત્સુક છું. મને એનિમેટેડ શ્રેણી અને મૂવી જોવાનું પસંદ છે અને મેં ક્યારેય વિચાર્યું પણ નથી કે એક દિવસ મારો પોતાનો એનિમેશન રુપ જોવા મળશે.

ટપ્પુ સેના પણ છે ખુબ ખુશ

ટપ્પુ સેનાએ પણ આ જોઈને ખુબ ખુશ છે. એનિમેશનની સર્જનાત્મકતા બાળકોને ખૂબ ગમે છે. ગોલી કહે છે, ‘મને નાનપણથી જ એનિમેટેડ ફિલ્મો અને સિરીઝ જોવાનું ગમતું હતું. હવે મને ખબર પડી ગઈ છે કે હું ખુદ એનિમેટેડ પાત્ર સ્વરુપ તારક મેહતા કા છોટા ચશ્મામાં દેખાવા જઇ રહ્યો છું, મારી ખુશીને કોઈ સ્થાન નથી. ”

‘તારક મહેતા કા છોટા ચશ્મા’ માં, પ્રેક્ષકો એનિમેટેડ અવતારમાં ગોકુલધામ સોસાયટીના તમામ પાત્રો જોશે. અસલ શોની જેમ, એનિમેટેડ સંસ્કરણ એ કૌટુંબિક મનોરંજનની સાથે સાથે કોમેડી અને ખાસ કરીને બાળકો માટે શિખામણ દેવાવાળો છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સફળતાને જોતાં, શોના નિર્માતાઓ દ્વારા ફક્ત એનિમેટેડ સંસ્કરણ જ લાવવામાં આવ્યું નથી. આ સિવાય આ શોના એપિસોડ મરાઠી અને તેલુગુ ભાષાઓમાં પણ યુટ્યુબ ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવ્યા છે.

Published On - 4:41 pm, Wed, 21 April 21

Next Article