TMKOC: છેલ્લા દિવસોમાં નટુ કાકા ભૂલી ગયા હતા પોતાનું નામ, પુત્રએ જણાવી પિતાની હાલત

|

Oct 12, 2021 | 5:13 PM

ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે એક ઈન્ટરવ્યૂમાં પિતાના મૃત્યુના થોડા દિવસો પહેલા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પપ્પાને છેલ્લા દિવસોમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને અમે તેમના માટે ઘરે ઓક્સિજન અને નર્સોની વ્યવસ્થા કરી રહ્યા હતા.

TMKOC: છેલ્લા દિવસોમાં નટુ કાકા ભૂલી ગયા હતા પોતાનું નામ, પુત્રએ જણાવી પિતાની હાલત
Ghanshyam Nayak (File Image)

Follow us on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલમાં નટુકાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયકે (Ghanshyam Nayak) થોડા દિવસો પહેલા જ આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તેઓ કેન્સરથી પીડાતા હતા. ઘનશ્યામ નાયકના નિધન બાદ ઉદ્યોગ જગતના લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. નટુ કાકાના દીકરાએ હવે કહ્યું કે તેમના પિતાના છેલ્લા દિવસો કેવી રીતે પસાર થયા.

 

ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે એક ઈન્ટરવ્યૂમાં પિતાના મૃત્યુના થોડા દિવસો પહેલા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પપ્પાને છેલ્લા દિવસોમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને અમે તેમના માટે ઘરે ઓક્સિજન અને નર્સોની વ્યવસ્થા કરી રહ્યા હતા. પરંતુ તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને અમે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય પછી તેમને નોર્મલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ થોડા સ્વસ્થ થઈ ગયા હતા, પરંતુ પછી તેમની તબિયત બગડી અને તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

 

કોઈને નહોતા ઓળખતા

વિકાસે વધુમાં જણાવ્યું કે તેમના નિધનના 15 દિવસ પહેલા તેમનું શુગર લેવલ અચાનક વધી ગયું હતું અને તેઓ કોઈને ઓળખી શકતા ન હતા. પરંતુ જ્યારે તેમનું સુગર લેવલ ઘટી ગયું, ત્યારે તેમને ખબર હતી કે તેમની આસપાસ કોણ હતું. તેમણે વધુમાં જણાવ્યું કે 2 ઓક્ટોબરે પિતાએ મને પૂછ્યું કે હું કોણ છું. તે પોતાનું નામ પણ ભૂલી ગયા હતા. તે સમયે મને એહસાસ થઈ ગયો હતો કે તેઓ બીજી દુનિયામાં જવા લાગ્યા છે.

 

તમને જણાવી દઈએ કે ઘનશ્યામ નાયકે 3 ઓક્ટોબરે આ દુનિયાને અલવિદા કહ્યુ હતું. 4 ઓક્ટોબરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલની આખી ટીમ પહોંચી હતી. તેઓ છેલ્લા 1 વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. ઘનશ્યામ નાયકના કીમો સેશન ચાલુ હતા, તેમ છતાં તેમણે વર્ષ 2021માં કામ કર્યું હતું. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે શૂટિંગ કર્યું હતું, આ સિવાય તેમણે એક જાહેરાત પણ શૂટ કરી હતી.

 

આ પણ વાંચો :- સલમાન ખાનને ‘હિટ એન્ડ રન’ કેસમાં વકીલ અમિત દેસાઈએ અપાવી હતી મુક્તિ, હવે શાહરુખ ખાનના પુત્ર આર્યન માટે કરશે વકીલાત

 

આ પણ વાંચો :- નાનપણથી જ સાંભળી છે ‘સરદાર ઉધમ’ની વાર્તા, વિક્કી કૌશલે કહ્યું – ટ્રેલર જોઈને ભરાઈ આવી હતી પિતાની આંખોવકીલાત

 

Next Article