TMKOC: Munmun Dutta છે ઘણા દિવસોથી સેટ પરથી ગાયબ, શું શોને કહી દીધું અલવિદા?

|

Jul 23, 2021 | 5:16 PM

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના રોગચાળાને કારણે સેટને દમણમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે શૂટિંગ ફરીથી મુંબઈમાં શરૂ થયું છે અને ટીમ છેલ્લા એક મહિનાથી મુંબઈમાં શૂટિંગ કરી રહી છે.

TMKOC: Munmun Dutta છે ઘણા દિવસોથી સેટ પરથી ગાયબ, શું શોને કહી દીધું અલવિદા?
Munmun Dutta

Follow us on

સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરતુ આવી રહી છે. આ શોના દરેક પાત્રએ પ્રેક્ષકોના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. ભલે તે જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી (Dilip Joshi) હોય અથવા બબીતાજીની ભૂમિકા કરનાર મુનમુન દત્તા (Munmun Dutta). મુનમુન દત્તા ઘણા સમયથી હેડલાઈન્સનો એક ભાગ છે. પરંતુ હવે તે સેટથી થોડા દિવસોથી ગાયબ છે.

 

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના રોગચાળાને કારણે સેટને દમણમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે શૂટિંગ ફરીથી મુંબઈમાં શરૂ થયું છે અને ટીમ છેલ્લા એક મહિનાથી મુંબઈમાં શૂટિંગ કરી રહી છે. પરંતુ મુનમુન દત્તા છેલ્લા કેટલાક દિવસોથી સેટ પરથી ગાયબ છે અને ઘણા દિવસોથી તેમની આસપાસ સ્ટોરીલાઈન લખવામાં આવી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

શું શોને કહી દીધું છે અલવિદા?

એક અહેવાલ મુજબ મુનમુન દત્તા ત્યારથી સેટ પર નથી આવ્યા જ્યારથી તે કોન્ટ્રોવર્સીનો હિસ્સો બની છે. મુનમુને તેમના એક વીડિયોમાં જાતિવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેમણે શોને અલવિદા આપવાનું નક્કી કર્યું છે. જ્યારે મુનમુનને શો છોડવા વિશે પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે ઉપલબ્ધ નહોતી. હવે મુનમુને શો છોડી દીધો છે કે નહીં, તે નિર્માતાઓ અથવા અભિનેત્રી જાતે જ કહી શકે છે.

 

આ હતો સમગ્ર મામલો

મુનમૂન દત્તાએ થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા પર એક મેકઅપની ટ્યુટોરિયલ શેર કરી હતી. જેમાં તેમણે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. મુનમુનને જાતિવાદી શબ્દનો ઉપયોગ કરવો ભારે પડી ગયો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તે ખુબ ટ્રોલ થઈ હતી.

 

ટ્રોલ થયા બાદ મુનમુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોની માફી પણ માંગી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે ભૂલથી આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. મને આ શબ્દનો અર્થ ખબર ન હતી. હું કોઈની લાગણીને દુભાવા માંગતી નહોતી. મુનમુન વિરુદ્ધ અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અધિનિયમ વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ મામલે અભિનેત્રીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આપરાધિક કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

 

આ પણ વાંચો: Revealed : શું અનુપમા અને કાવ્યા વચ્ચે ક્યારેય થશે સમાધાન ? મદાલસાએ કર્યો ખુલાસો

Next Article