AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kapil Sharma Show: સુમોનાનું પત્તું કપાયું! મોટા કોમેડિયનની એન્ટ્રી, સુનીલ ગ્રોવરના શું છે સમાચાર?

કપિલ શર્મા હવે ફરી એકવાર પોતાના પ્રશંસકોને હસાવવા માટે આવી રહ્યો છે. પરંતુ આ વખતે શોમાં કેટલાક બદલાવ જોવા મળવાની સંભાવના છે. ચાલો જણાવી દઈએ તમને.

The Kapil Sharma Show: સુમોનાનું પત્તું કપાયું! મોટા કોમેડિયનની એન્ટ્રી, સુનીલ ગ્રોવરના શું છે સમાચાર?
This time comedian Sudesh lehri will be the part of The kapil sharma show
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 9:21 AM
Share

કોમેડી કિંગના નામે પ્રખ્યાત કપિલ શર્માના (Kapil Sharma) ફેન્સની સૂચિ ઘણી લાંબી છે. કપિલના ફેન્સને તેની કોમિક સ્ટાઈલ ખૂબ ગમે છે. આવી સ્થિતિમાં હવે કપિલના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. કપિલ શર્મા હવે ફરી એકવાર પોતાના પ્રશંસકોને હસાવવા માટે આવી રહ્યો છે. કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) હવે ચાહકોની સામે રજૂ થવા જઈ રહ્યો છે.

કપિલ શર્માએ તેની ટીમ સાથે મળીને તેનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં કપિલ શર્માએ તેના શૂટિંગ સ્થાન પરથી એક તસવીર શેર કરી હતી. સાથે જ ‘ધ કપિલ શર્મા શો’ નો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે પણ સુનીલ ગ્રોવર શોમાં જોવા નહીં મળે. પરંતુ મોટી વાત એ છે કે તેની જગ્યાએ એક ઉમદા કોમેડિયન જોવા જરૂર મળશે.

સુનિલની જગ્યાએ સુદેશ

ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે શું સુનીલ ગ્રોવર ફરીથી શોમાં જોવા મળશે. પણ તમને જણાવી દઈએ કે આવું આ વખતે નથી બની રહ્યું. કારણ કે જે પ્રોમો રિલીઝ થયો છે, અને તેમાં સુનીલ નથી પરંતુ કપિલ અને કૃષ્ણાનો એક જૂનો મિત્ર જોવા મળ્યો છે.

હા, આ વખતે કોમેડિયન સુદેશ લહેરી (Sudesh Lehri) ‘ધ કપિલ શર્મા શો’ની ટીમમાં દાખલ થયો છે. તે કપિલ સાથે પહેલા પણ કામ કરી ચૂક્યો છે. જો કે પ્રોમો જોતા લાગે છે કે આ વખતે સુમોના ચક્રવર્તીનું (Sumona Chakravarti) પત્તું કપિલના શોમાંથી કાપવામાં આવ્યું છે. કારણ કે સુમોના અત્યાર સુધીમાં આવેલા કોઈપણ ફોટા અને વીડિયોમાં દેખાઈ નથી.

શોમાં ફરી એકવાર કપિલ અને કૃષ્ણા અભિષેક ઉપરાંત ચંદન પ્રભાકર (Chandan Prabhakar), અર્ચના પૂરણ સિંહ અને ભારતી સિંહ એક મજબૂત અને અલગ અવતારમાં પાછા ફરવા જઇ રહ્યા છે. તે જ સમયે, આ શોનું નિર્માણ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન કરશે.

કૃષ્ણાએ વીડિયો શેર કર્યો છે

સોમવારે અભિનેતા કૃષ્ણા અભિષેકે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને તેની આખી ગેંગ નવા અવતારમાં પાછા ફરવા માટે તૈયાર જોવા મળી રહી છે. કપિલથી લઈને અર્ચના પૂરણ સિંહ સુધી, દરેક કૃષ્ણા અભિષેકે શેર કરેલા આ પ્રોમોમાં જોવા મળે છે.

આ પણ વાંચો: Raj Kundra Arrest Case: રાજ કુંદ્રાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, આખી રાત ચાલી આ પ્રક્રિયાઓ, જાણો

આ પણ વાંચો: શું વાત છે! અસુરની સિઝન 2 માં અભિનય કરતો જોવા મળશે Indian Idol નો આ સિંગર, જાણો તેના વિશે

g clip-path="url(#clip0_868_265)">