હિરોઈન બનવા આવેલી યુવતીઓને આ રીતે ફસાવતો હતો રાજ કુંદ્રા, રાજ અને બનેવી પ્રદીપ આખા કૌભાંડના માસ્ટરમાઈન્ડ!

અશ્લીલ ફિલ્મોના કૌભાંડમાં ધરપકડ બાદ મંગળવારે રાજ કુંદ્રાને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. આ બાદ અહેવાલો આવ્યા છે કે પોલીસ પાસે તેમના વિરોધમાં પૂરતા પુરાવા છે.

હિરોઈન બનવા આવેલી યુવતીઓને આ રીતે ફસાવતો હતો રાજ કુંદ્રા, રાજ અને બનેવી પ્રદીપ આખા કૌભાંડના માસ્ટરમાઈન્ડ!
This is how mastermind Raj Kundra and Pradeep Bakshi used to trap young models who came to be heroines
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 8:56 AM

બિઝનેસમેન રાજ કુંદ્રાની (Raj Kundra) અશ્લીલ ફિલ્મો બનાવવા અને વેચવાના મામલે સોમવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અને કોર્ટે તેને 23 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. દરમિયાન, અહેવાલ આવ્યા છે જેમાં રાજ કુંદ્રા અને તેનો બનેવી પ્રદીપ બક્ષી (Pradeep Bakshi) એડલ્ટ કોન્ટેક્ટ બનાવવા અને વેચવાના માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે. ખાનગી સમાચાર સંસ્થાના એક અહેવાલ મુજબ, મુંબઇ પોલીસે દાવો કર્યો છે કે બ્રિટનમાં રહેતો પ્રદીપ બક્ષી અને રાજ કુંદ્રા આંતરરાષ્ટ્રીય પોનોગ્રાફી રેકેટના મુખ્ય સૂત્રધાર હતા.

રાજ કુંદ્રા વિયાન ઇન્ડસ્ટ્રીઝના માલિક છે, જે રાજ અને તેમની પત્ની શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સંયુક્ત રીતે ચલાવે છે. તે જ સમયે, રાજની બહેનનો પતિ પ્રદીપ બક્ષી, લંડન સ્થિત કેનરીન લિમિટેડનો અધ્યક્ષ છે. આરોપ છે કે રાજ કુંદ્રાની દેખરેખ હેઠળ ભારતમાં અશ્લીલ ફિલ્મો (Obscene Videos Case) બનાવવામાં આવી રહી હતી અને ત્યારબાદ તેને વેચવા માટે લંડન પ્રદીપને મોકલવામાં આવતી હતી.

રાજ કુંદ્રા ઉપર ગંભીર આરોપો

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

અહેવાલ અનુસાર મુંબઇ ક્રાઈમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ જણાવ્યું હતું કે આ બંને કંપનીઓની હોટશોટ ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ નામની મોબાઇલ એપ છે. જેને કેનરીન કંપનીએ બનાવી છે. પત્રકારો સાથે વાત કરતા, મિલિંગ ભારંબેએ કહ્યું – આ નિ:શુલ્ક એપ્લિકેશનને એપલ અને ગૂગલ પ્લે સ્ટોર બંને દ્વારા પુખ્ત વયની સામગ્રીને કારણે પોતાના પ્લેટફોર્મથી ડીલીટ કરેલી છે. તપાસ દરમિયાન મુંબઇ પોલીસે અનેક હોટશોટ મૂવીઝ, વિડીયો ક્લિપ્સ, વ્હોટસએપ ચેટ્સ વગેરે જેવા આપત્તિજનક પુરાવા પ્રાપ્ત કર્યા છે.

આ રીતે ફસાવતો હતો મોડલ્સને

અહેવાલ મુજબ, તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ કુંદ્રાના સમગ્ર સ્ટાફની ફેબ્રુઆરી 2021 થી પુછપરછ કરવામાં આવી રહી છે. અભિનેત્રી બનવાના સપના સાથે મુંબઇ પહોંચેલી છોકરીઓ વિશે તેમણે જણાવ્યું કે પહેલા છોકરીઓને ઓડિશન માટે બોલાવવામાં આવતી હતી અને ત્યારબાદ પસંદગી કરીને તેમને બોલ્ડ સીન્સ કરવાનું કહેવામાં આવ્યું હતું. પહેલા અર્ધ નગ્ન શૂટ અને પછી પૂર્ણ નગ્ન માટે શૂટ કરવાનું કહેવામાં આવતું. તેમાંથી કેટલાક લોકોએ તેનો આકરો વિરોધ કર્યો હતો અને પોલીસનો સંપર્ક કર્યો હતો.

આપને જણાવી દઇએ કે સાગરિકા નામની મોડલે થોડા મહિના પહેલા જ રાજ કુંદ્રા પર ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ તે પછી આ મામલે કોઈ ફોલો-અપ જાહેર થયું ન હતું. જો કે રાજ કુંદ્રાની ધરપકડ બાદ સાગરિકાનો વિડીયો ફરી લાઈમલાઈટમાં આવ્યો છે.

આ પણ વાંચો: Sagarika Shona નો ગંભીર આરોપ: રાજ કુંદ્રાએ વેબ સિરીઝમાં કામ આપવાનું કહીને કરી હતી આવી માંગણી

આ પણ વાંચો: Raj Kundra Viral Chat : કુંદ્રાની ચેટમાં ખુલ્યું કમાણીનું રાઝ, પોર્ન કન્ટેન્ટ મેનેજમેન્ટના મળ્યાં પુરાવા

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">