The Kashmir Files BO Collection : ‘RRR’ની સામે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ગતિ ધીમી, 18માં દિવસે કરી આટલી કમાણી

|

Mar 29, 2022 | 1:56 PM

'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

The Kashmir Files BO Collection : RRRની સામે ધ કાશ્મીર ફાઇલ્સની ગતિ ધીમી, 18માં દિવસે કરી આટલી કમાણી
The Kashmir Files Collection

Follow us on

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી  (Vivek Agnihotri) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ (The Kashmir Files) દર્શકોના દિલને સ્પર્શી લીધું છે. મોટા બજેટની ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર’ધ કાશ્મીર ફાઇલ્સ’એ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ ફિલ્મ થિયેટરો સુધી દર્શકોની વિશાળ ભીડ મેળવવામાં સફળ સાબિત થઈ રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શન (The Kashmir Files Box Office Collection) ની દ્રષ્ટિએ ઘણી મોટા બજેટની ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

કાશ્મીરી પંડિતોના દર્દને વર્ણવતી આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ 18માં દિવસે આટલા કરોડની કમાણી કરી હતી

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયાને 18 દિવસ થઈ ગયા છે. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે રિલીઝના 18માં દિવસે લગભગ 2.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 229.62 કરોડ રૂપિયા થઈ ગયુ છે. સાથે જ જો વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષકોનુ માનવુ છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિનેમાઘરોમાંથી દૂર થાય તે પહેલા ભારતમાં 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ફિલ્મે ત્રીજા સપ્તાહમાં સરેરાશ કમાણી કરી છે. ફિલ્મે શુક્રવારે 4.50 , શનિવારે 7.60 અને રવિવારે 8.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે ફિલ્મ આવતા સપ્તાહ સુધીમાં ભારતમાં 250 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે.સાથે જ એવી અપેક્ષા છે કે આગામી સપ્તાહ સુધીમાં વર્લ્ડવાઈડમાં ફિલ્મનું કલેક્શન 300 કરોડ રૂપિયા થઈ શકે છે.

‘RRR’રિલીઝ થતા ધ કશ્મીર ફાઈલ્સની ગતિ ધીમી પડી

તમને જણાવી દઈએ કે, 25 માર્ચે રિલીઝ થયેલી મેગા-બજેટ ફિલ્મ ‘RRR’ને કારણે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના બોક્સ ઓફિસ કલેક્શનની ગતિ થોડી ધીમી પડી છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ ‘RRR’એ ચાર દિવસમાં 500 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આવી સ્થિતિમાં આ એક્શન ફિલ્મની સીધી અસર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના કલેક્શન પર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Birth Anniversary: ઉત્પલ દત્ત એક સમયે હતા હાસ્ય કલાકાર, ક્યારેક હતા ક્રાંતિકારી નાટ્યકાર, જાણો તેમના જીવન વિશે

Next Article