AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The kapil Sharma Show :રાની મુખર્જીને આમિર ખાન સાથે રોમેન્ટિક સીન કરવામાં લાગતો હતો ડર, આપ્યું આ કારણ

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) માં તેમની ફિલ્મ બંટી ઔર બબલી 2 (Bunty Aur Babli 2) ના પ્રમોશન માટે રાની મુખર્જી (Rani Mukerji) આખી ટીમ સાથે શોમાં આવી છે. તેમણે આ શોમાં ઘણા ખુલાસા કર્યા છે.

The kapil Sharma Show :રાની મુખર્જીને આમિર ખાન સાથે રોમેન્ટિક સીન કરવામાં લાગતો હતો ડર, આપ્યું આ કારણ
Rani Mukerji
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 9:51 PM
Share

ધ કપિલ શર્મા (The Kapil Sharma Show) શોમાં દર અઠવાડિયે સેલેબ્સ આવે છે. જેની સાથે કપિલ અને તેની ટીમ ખૂબ જ મસ્તી કરે છે. રાની મુખર્જી (Rani Mukerji), સૈફ અલી ખાન (Saif Ali Khan), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને શરવરી વાઘ (Sharvari Wagh) આ અઠવાડિયે બંટી ઔર બબલી 2 (Bunty Aur Babli 2) ના પ્રમોશન માટે કપિલના શોમાં આવ્યા છે.

શોમાં રાની મુખર્જીએ એક ખુલાસો કર્યો છે. રાની મુખર્જી સાથેની વાતચીત દરમિયાન કપિલ શર્માએ અભિનેત્રીને પૂછ્યું કે શું તે ક્યારેય સિનિયર અભિનેતા સાથે શોટ આપતી વખતે નર્વસ થઈ ગઈ હતી? રાનીએ કહ્યું કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે શૂટિંગ કરતી વખતે તે થોડી નર્વસ થઈ હતી પરંતુ તેઓ સેટ પર દરેકને કમ્ફર્ટેબલ અનુભવ કરાવી દે છે.

શાહરૂખ અને આમિર સાથે થઈ હતી નર્વસ

રાનીએ જણાવ્યું કે તે આમિર ખાન સાથે ગુલામ અને શાહરૂખ ખાન સાથે કુછ કુછ હોતા હૈ મા રોમેન્ટિક સીન કરતી વખતે નર્વસ થઈ હતી. રાનીએ કહ્યું- હું પોતે ત્યારે 16-17 વર્ષની હતી અને મેં આમિર અને શાહરૂખને મોટા પડદા પર જોયા હતા. કયામત સે કયામત જોયા પછી આમિર માટે દિલ એવું ધડક્યું હતું અને શાહરુખે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં જોયા પછી તે બોલે છે ને યંગ ક્રશ.

રાનીએ જણાવ્યું કે ગુલામમાં આમિર સાથે રોમેન્ટિક સીન કરતી વખતે હું તેમના શુ લેસને જોઈ રહી હતી. મને ડર લાગતો હતો કે આંખોમાં જોઈશ તો ક્યાંક પ્રેમ ન થઈ જાય. રાનીએ વધુમાં કહ્યું કે, પછી મને તેની સાથે એટલું શીખવા મળ્યું કે હવે મારી સામે એક ઝાડ ઉભુ રાખી દો, હું તેની સાથે રોમાન્સ કરી લઈશ.

તમને જણાવી દઈએ કે રાની મુખર્જીએ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને આમિર ખાન (Aamir Khan) સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાં બંનેએ તલાશ, વીર ઝારા, ચલતે ચલતે, કભી અલવિદા ના કહેના જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

બંટી ઔર બબલી 2 ની વાત કરીએ તો, રાની મુખર્જી આ ફિલ્મમાં એક મધ્યમવર્ગીય ગૃહિણીના રોલમાં જોવા મળે છે જેણે પોતાનું જૂનું ચોરીનું કામ છોડીને પોતાના પરિવાર સાથે સ્થાયી થઈ ગઈ છે.

આ પણ વાંચો :- કાર્તિક આર્યને તેના મિત્ર સાથે રોડ સાઈડ ફૂડ કોર્નર પર ખાધુ ચાઈનીઝ ફૂડ, જુઓ આ વાયરલ Photos

આ પણ વાંચો :- Vishal Dadlaniએ કંગનાને યાદ અપાવ્યું ભગતસિંહનું બલિદાન, કહ્યું- એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી ‘ભીખ’ માં મળી છે

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">