રણબીર કપૂરના આ ગીત પાછળ પાગલ છે જાપાનીઓ! યુટ્યુબ પર કરી દીધો છે કોમેન્ટ્સનો ઢગલો
રણબીર કપૂરનું એક સોંગ ખુબ ચર્ચામાં છે કેમ કે આજકાલ જાપાનમાં આ સોંગ ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. જો તમે યુટ્યુબમાં આ સોંગનો કોમેન્ટ્સ જોશો તો તમને જાણવા મળશે કે જાપાનના લોકો સોંગ પાછળ કેટલા પાગલ છે.
બોલિવૂડનો જાડું માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરના લોકો પર છવાયેલો રહે છે. આની સાબિતી આપતી એક ઘટના ફરી સામે આવી છે. વાત જાણે એમ છે કે જુલાઈ 2017 માં આવેલી એક ફિલ્મ જે ત્યારે તો ફ્લોપ રહી પરંતુ આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મમાં અભિનય કર્યો હતો રણબીર કપૂર (Ranbir Kapoor) અને કેટરીના કૈફે (Katrina Kaif). ફિલ્મને ડિરેક્ટ કરી હતી અનુરાગ બાસુએ (Anurag Basu). આ ફિલ્મ આજકાલ કેમ ચર્ચામાં છે તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. જોકે એ સમયે આ ફિલ્મની ખુબ ચર્ચા થઇ હતી.
ફિલ્મ ભલે ફ્લોપ રહી. પરંતુ ફિલ્મના ગીતો ખુબ પ્રખ્યાત થયા. આ ફિલ્મના સોન્ગ્સ આજે પણ સાંભળવામાં આવે છે. ખાસ કરીને તેનો ડાંસ પણ જોવામાં આવે છે. આ ફિલ્મમાં એક સોંગ હતું ‘ગલતી સે મિસ્ટેક’, જેમાં રણબીર કપૂરનો ગજબ ડાંસ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે અરિજિત સિંહ અને અમિત મિશ્રાએ આ ગીતને ગયું હતું. અને લોકોને ખુબ ગમ્યું હતું. આજે આ સોંગના યુટ્યુબ પર 68 કરોડ વ્યુઝ છે. સોંગ ભલે 2 મિનીટ 44 સેકન્ડનું હોય પરંતુ તેની ધૂન ખુબ સુંદર છે.
આજકાલ આ સોંગ ચર્ચામાં છે કેમ કે આજે પણ જાપાનમાં આ સોંગ ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. જો તમે યુટ્યુબમાં આ સોંગનો કોમેન્ટ્સ જોશો તો તમને જાણવા મળશે કે જાપાનના લોકો આ સોંગ પર જાપાનીઝ ભાષામાં કોમેન્ટ કરી રહ્યા છે. તેમજ એ કોમેન્ટને તમે ટ્રાન્સલેશનની મદદથી હિન્દી કે ગુજરાતીમાં અનુવાદ કરશો તો જાણવા મળશે કે તેઓ આ સોંગના વખાણ કરી રહ્યા છે. આ સોંગને જાપાનના લોકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.
સોંગ પર જાપાનીઓ કરી રહ્યા છે કોમેન્ટ
કેટલાક લોકો કહે છે કે તેઓ આ ગીત અને સંગીતને પસંદ કરે છે, કેટલાક માને છે કે આ ગીત જાપાની લોકો સાથે ભારતીયોના સંબંધને મજબૂત બનાવે છે. ઘણા યુઝર્સ એવા પણ છે જેઓ પૂછે છે કે આ ગીત જાપાનમાં આટલું વાયરલ કેમ થઈ રહ્યું છે? આના પર, ઘણા લોકોએ કહ્યું કે આ ગીત શીખવે છે કે જો યુવાનીમાં ભૂલ થઇ જાય છે તો તેને ભૂલીને આગળ વધવું જોઈએ.
રણબીર કપૂરનું દાદાનું ‘જાપાની’ ગીત
નોંધનીય છે કે રણબીર કપૂરના દાદા અને દિગ્ગજ અભિનેતા રાજ કપૂર પર ફિલ્માવાયેલું એક ગીત પણ ખૂબ પ્રખ્યાત થયું હતું અને તેમાં પણ જાપાનનો ઉલ્લેખ હતો. ગાયક મુકેશના અવાજમાં ફિલ્મ ‘આવારા’ નું ‘મેરા જૂતા હૈ જાપાની’ ગીત આજે પણ ઘણું સાંભળવા મળે છે.
આ પણ વાંચો: ગણપતિ બપ્પા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યું બોલિવૂડ, બિગ બીથી લઈને અજયે આ રીતે પાઠવી શુભેચ્છાઓ
આ પણ વાંચો: Anurag Kashyap Net Worth: 5 હજાર લઈને મુંબઈ આવેલા અનુરાગની આજની સંપત્તિ જાણીને આંખો થઈ જશે પહોળી