Thalaivii BO Collection: કંગના રનૌતની ફિલ્મ બોક્સ ઓફિસ પર નથી કરી રહી કમાલ, જાણો વીકેન્ડમાં કમાયા કેટલા કરોડ

|

Sep 13, 2021 | 8:39 PM

કંગના રનૌત (Kangana Ranaut) ની ફિલ્મ થલાઇવી (Thalaivii) થિયેટરોમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મે વિવેચકોના દિલ જીતી લીધા છે પરંતુ દર્શકોને થિયેટરોમાં લાવવામાં સક્ષમ નથી થઈ રહી.

Thalaivii BO Collection: કંગના રનૌતની ફિલ્મ બોક્સ ઓફિસ પર નથી કરી રહી કમાલ, જાણો વીકેન્ડમાં કમાયા કેટલા કરોડ
Kangana Ranaut

Follow us on

કંગના રનૌત (Kangana Ranaut) ની ફિલ્મ થલાઇવી (Thalivii) ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ચાહકોની રાહ પૂરી થઈ છે અને આ ફિલ્મ 10 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ તામિલનાડુના પૂર્વ દિવંગત મુખ્યમંત્રી જે. જયલલિતાની બાયોપિક છે. આ ફિલ્મમાં જયલલિતાની અભિનયથી રાજનીતિ સુધીની સફર દર્શાવવામાં આવી છે. વિવેચકોએ આ ફિલ્મ ખૂબ પસંદ કરી છે પરંતુ થિયેટરોમાં પોતાનો જાદુ બતાવવામાં નિષ્ફળ રહી છે.

કંગના રનૌતની ફિલ્મ થલાઇવી દર્શકોને થિયેટરોમાં લાવવામાં સક્ષમ નથી થઈ રહી. આ ફિલ્મનું બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પ્રદર્શન છે. થલાઇવીનું વીકએન્ડ બોક્સ ઓફિસ કલેક્શન બહાર આવ્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

બોક્સ ઓફિસ કલેક્શન

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કંગના રનૌતની ફિલ્મ ત્રણ દિવસમાં 4.75 કરોડનો બિઝનેસ કર્યો છે. જેમાં હિન્દીમાં 1 કરોડ અને દક્ષિણમાં 3.75 કરોડ. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રજૂ કરવામાં આવી છે.

ફિલ્મે પહેલા દિવસે ખૂબ જ ઓછો બિઝનેસ કર્યો હતો. થલાઇવીએ પહેલા દિવસે હિન્દીમાં 25 લાખ રૂપિયાની કમાણી કરી હતી. પ્રથમ દિવસે ત્રણેય ભાષાઓમાં 1.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મની સપ્તાહના અંતમાં અપેક્ષા હતી પરંતુ થલાઇવી તે અપેક્ષાઓ પર ખરી ન ઉતરી શકી.

ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ

કંગના રનૌતની ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયા બાદ તરત જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ બે OTT પ્લેટફોર્મ પર એક સાથે રિલીઝ થશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરી શકી નથી પરંતુ તે રિલીઝ પહેલા જ સારી કમાણી કરી ચૂકી છે.

કંગનાની ફિલ્મ થલાઇવી રિલીઝ પહેલા જ 85 કરોડની કમાણી કરી ચૂકી છે. કંગનાએ આ અંગેની માહિતી પોતે સોશિયલ મીડિયા પર શેર કરીને આપી હતી. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ માહિતી આપતા ખુશી વ્યક્ત કરી હતી. ફિલ્મના ડિજિટલ, સાઉન્ડ અને સેટેલાઇટ રાઇટ્સ 85 કરોડમાં વેચાયા છે. ચાહકો OTT પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે થલાઇવીને કંગના રનૌતની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ કહેવામાં આવી રહી છે. વિવેચકો અને સેલેબ્સ દરેક કંગનાના અભિનયના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :- પૂજા એન્ટરટેઈનમેન્ટ સાથે નથી થઈ Kartik Aaryanની 3 ફિલ્મોની ડીલ, સમાચાર નીકળ્યા ખોટા

આ પણ વાંચો :- Akshay Kumarની માતાના નિધન બાદ પીએમ મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર

 

Next Article