ઉર્ફી જાવેદ અને ચાહત ખન્ના વચ્ચે થઈ ફરી ‘તુ તુ મૈં મેં’

|

Sep 20, 2022 | 4:13 PM

ઉર્ફી જાવેદ અને ચાહત ખન્ના વચ્ચેની તુ તુ મેં મેં સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. ઉર્ફીએ મહાઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં ચાહત ખન્નાના નામ પર કટાક્ષ કર્યો હતો. હવે ફરી ઉર્ફીએ પ્રહારો કર્યા છે.

ઉર્ફી જાવેદ અને ચાહત ખન્ના વચ્ચે થઈ ફરી તુ તુ મૈં મેં
Urfi Javed
Image Credit source: Instagram

Follow us on

Urfi Javed : ઉર્ફી જાવેદ (Urfi Javed) અને ચાહત ખન્ના વચ્ચે સોશિયલ મીડિયા પર ફરી એક વખત તૂ તૂ મૈં મેં શરુ થઈ છે. મહાઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં ચાહત ખન્ના (Chahatt Khanna)નું નામ આવતા જ ઉર્ફીએ પ્રહાર કર્યો હતો. સોમવારે ચાહતે એક પોસ્ટ શેયર કરી જેમાં તેણે લખ્યું કે જેની પાસે મગજ નથી તેની સાથે શું વાત કરવી, તે પત્ની કે માતા બનવા માટે યોગ્ય નથી. ચાહતની પોસ્ટ પર, ઉર્ફીએ ઈન્સ્ટા સ્ટોરી પર વીડિયો શેયર કરીને તેના પર પ્રહાર કર્યો હતો.

ઉર્ફી પર પ્રહાર કર્યો

ચાહતે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘તથ્યો જાણ્યા વિના અને પ્રસિદ્ધિ ખાતર સમાચાર પર કૂદકો મારવો અને પોતાને મૂર્ખ દેખાડવું. બ્રેઈનલેસ સાથે ગમે તેટલી દલીલ કરો, જો તમારામાં અક્કલ હોત તો કામ કરવાની કે શૂટ કરવાની, સેમી ન્યુડ સ્પોટિંગ કરતી, તમે આંટી, પત્ની કે માતાને લાયક તો નથી, હવે બીજાને આંટી કહીને ખુશ થાઓ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉર્ફીએ ચાહતના લગ્ન પર કરી કોમેન્ટ

 

 

ચાહતની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં ઉર્ફીએ પહેલા લખ્યું કે સેમી ન્યૂડ શબ્દ જુઓ. આ પછી તેણે ચાહતના બોલ્ડ ફોટો શેર કર્યા. હવે ઉર્ફીએ પોતાના વીડિયોમાં કહ્યું, ‘આ એક આન્ટીની વાત છે કે હું પત્ની અને માતા બનવા માટે યોગ્ય નથી, મને પૂછો, મારે કોઈની પત્ની નથી બનવું, મારે કોઈની માતા નથી બનવું અને આ એક ખ્યાલ છે અને સ્ત્રી ત્યારે જ સંપૂર્ણ નથી જ્યારે તે કોઈની પત્ની અને માતા બને છે, હું મારી જાતને સંપૂર્ણ માનું છું. તું મને કહેવા માંગે છે કે તું બે વાર પત્ની બની છે. તેં શું ઉખાડી લીધું? જે રીતે ચાહત ખન્ના અને ઉર્ફી જાવેદ સતત એકબીજાને ટોણા મારી રહ્યા છે, તે જોઈને લાગતું નથી કે આ મેણા ટોણા આટલી જલ્દી બંધ થઈ જશે.

વિવાદ ક્યાંથી શરુ થયો

તમને જણાવી દઈએ કે મની લોન્ડ્રિંગ કેસમાં જેલ બંધ સુકેશ ચંદ્રશેખર મામલે ચાહત ખન્નાનું નામ સામે આવ્યું હતુ. રિપોર્ટ મુજબ ચાહતે સુકેશ સાથે તિહાર જેલમાં મુલાકાત કરી હતી અને તેમને મોંઘા ગિફ્ટ આપ્યા હતા. આ સમાચાર સામે આવતા જ ઉર્ફી અને ચાહત વચ્ચે તૂ તૂ મેં મેં શરુ થઈ હતી.

Next Article