Tunisha Sharma Case : હોસ્પિટલમાં દાખલ થઈ શીજાન ખાનની બહેન, મા એ પોસ્ટ કરી શેર-અમારો શું વાંક છે?

|

Jan 23, 2023 | 9:24 AM

Tunisha Sharma Case : ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યાના કેસમાં શીજાન જેલમાં બંધ છે. બહાર તેનો પરિવાર ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. શીજાનની બહેન ફલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Tunisha Sharma Case : હોસ્પિટલમાં દાખલ થઈ શીજાન ખાનની બહેન, મા એ પોસ્ટ કરી શેર-અમારો શું વાંક છે?
Falaq Naaz Pic

Follow us on

Tunisha Sharma Case : ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસે સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. આ કેસમાં શીજાન ખાન લાંબા સમયથી જેલમાં છે. અભિનેતાના વકીલે તેના જામીન માટે ઘણી વખત અરજી કરી હતી, પરંતુ આજ સુધી તેને આ મામલે કોઈ રાહત મળી નથી. જ્યારે શીજાન જેલમાં છે, ત્યારે તેનો પરિવાર બહાર તેમના પુત્રને નિર્દોષ સાબિત કરવામાં સતત વ્યસ્ત છે પરંતુ આ દરમિયાન શીજાનની બહેન અને ટીવી એક્ટ્રેસ ફલક નાઝની તબિયત લથડી છે. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ફલક હોસ્પિટલના બેડ પર જોવા મળી

ફલકની ખરાબ તબિયતના સમાચાર સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. આ સાથે તેની માતાએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે અને તેણે પણ પોસ્ટમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. પોસ્ટની સાથે અભિનેતાની માતાએ હોસ્પિટલમાં તેની પુત્રીની એક તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે, ફલક હોસ્પિટલના બેડ પર આંખો બંધ કરીને સૂતી જોવા મળે છે.

આ પણ વાંચો : Tunisha Sharma કેસ પર શીજાન ખાનનું નિવેદન, કહ્યું-હું નિર્દોષ છું…

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જુઓ પોસ્ટ….

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા શીજનની માતાએ લખ્યું, “મને સમજાતું નથી કે અમારા પરિવારને શું સજા આપવામાં આવી રહી છે અને શા માટે? મારો પુત્ર શીજાન છેલ્લા એક મહિનાથી કેદીઓની જેમ કોઈપણ પુરાવા વગર જેલમાં સજા કાપી રહ્યો છે. મારી બાળકી ફલક હોસ્પિટલમાં દાખલ છે. શીજનનો નાનો ભાઈ જે ઓટીસ્ટીક બાળક છે તે બીમાર છે. શું માતા માટે બીજાના બાળકને માતા તરીકે પ્રેમ કરવો એ ગુનો છે? આ ગેરકાયદેસર છે.

FIR બાદ શીજનની થઈ હતી ધરપકડ

તમને જણાવી દઈએ કે ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ ગયા વર્ષે 25 ડિસેમ્બરે પોતાની સીરિયલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના આ પગલાએ બધાને દંગ કરી દીધા. અભિનેત્રીના મૃત્યુ બાદ તેની માતાએ તેના કો-એક્ટર અને બોયફ્રેન્ડ શીજાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમજ અભિનેત્રીની માતાએ જણાવ્યું હતું કે, શીજને તુનીશાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. તુનીષાની માતાએ FIR નોંધાવ્યા બાદ પોલીસે શીજાનની ધરપકડ કરી હતી.

Next Article