બિગ બોસ ઓટીટી-3 21 જૂનથી શરુ થવા જઈ રહ્યો છે. આ વખતે સલમાન ખાન નહિ પરંતુ અનિલ કપુર શોને હોસ્ટ કરતા જોવા મળશે.આ સિઝન માટે અત્યાર સુધીમાં ઘણા સેલેબ્સનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાં સિંગર, અભિનેતાઓ અને યુટ્યુબરનો પણ સમાવેશ થાય છે. કેટલાકના નામ કન્ફર્મ હોવાનું કહેવાય છે જ્યારે કેટલાક સાથે હજુ વાતચીત ચાલી રહી છે. તો ચાલો જોઈએ કોના નામ હાલ ચર્ચમાં છે.
આ વખતે રિયાલિટી શો ઓટીટી પ્લેટફોર્મ જિયો સિનેમા 24×7 પર સ્ટ્રીમ કરવામાં આવશે. બિગ બોસ ઓટીટી 3માં આ વખત ઘરના નિયમોની સાથે-સાથે ફોર્મેન્ટમાં પણ ફેરફાર જોવા મળશે. પ્રોમોમાં અનિલ કપુર કહેતા જોવા મળી રહ્યા છે કે, હવે બધું જ બદલશે. એટલે કે, સ્પર્ધકો માટે ચોંકાવનારા ટ્વિસ્ટ જોવા મળશે. તો ચાહકોને સરપ્રાઈઝ પણ મળી શકે છે.
બિગ બોસ ઓટીટી 3 માટે સ્પર્ધકની ઓફિશિયલ જાણકારી હજુ સામે આવી નથી પરંતુ કેટલાક સ્પર્ધકના નામની ડિટેલ સામે આવી છે.
તો ચાલો જોઈએ આ સ્પર્ધકો કોણ છે જે બિગ બોસ ઓટીટી3માં જોવા મળી શકે છે. હર્ષદ ચોપરા, શહઝાદ ધામી, ચેષ્ટા ભગત અને નિખિલ મહેતા, મીકા સિંહ, જાવેદ જાફરી, સોનમ ખાન, અમીષા પટેલ, ડોલી ચાયવાલા,રોહિત કુમાર ચૌધરી, સના સુલ્તાન, અરમાન મલિક, ભવ્યા ગાંધી, અભિ અને નિયુ, વિશાલ પાંડે, ચંદ્રિકા દીક્ષિત ઉર્ફ વડા પાવ ગર્લ.
તમને જણાવી દઈએ કે, બિગ બોસ ઓટીટીની પહેલી સીઝન 2021માં 8 ઓગસ્ટના રોજ શરુ થઈ હતી. ત્યારે શોના 102 એપિસોડ હતા અને કરણ જોહરે હોસ્ટ કરી હતી, જેની વિનર દિવ્યા અગ્રવાલ રહી હતી. બિગ બોસ ઓટીટી 2 સલમાન ખાને હોસ્ટ કરી હતી. આ સિઝન 17 જુન 2023થી શરુ થઈ હતી. તેના 59 એપિસોડ હતા. હવે બિગ બોસ 3ની ત્રીજી સીઝન અનિલ કપુર હોસ્ટ કરવા જઈ રહ્યા છે જે 21 જૂનથી શરુ થશે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો